કોલકાતા: ચેન્નાઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલની સીઝન 11ની 33મી મેચ આજે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે રમાઈ. યુવા બેટ્સમેન  શુભમન ગિલના અણનમ 57 રન અને કેપ્ટન દિનેશ કાર્તિકના શાનદાર 45 રનની મદદથી કોલકાતાએ ઘરઆંગણે ચેન્નાઈને 6 વિકેટથી હરાવી દીધુ.  ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યાં અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને 178 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કોલકાતાની ટીમે 4 વિકેટ ગુમાવીને 180 રન બનાવી લીધા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિલ અને કાર્તિકે પાંચમી વિકેટ માટે કરી 83 રનની ભાગીદારી
ચેન્નાઈએ આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમનો ઓપનર સીનલ નરેન 32 રન કરીને આઉટ થયો. રિંકુ સિંહએ 16 રન કર્યાં અને તેને હરભજને બોલ્ડ કર્યો હતો. લિને પહેલી ઓવરમાં 2 છગ્ગા ફટકારીને ઝડપી શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ જ ઓવરના છેલ્લા બોલે વોટસને 12 રને આઉટ કર્યો. રોબિન ઉથપ્પા પણ 6 રન કરીને આઉટ થઈ ગયો. ત્યારબાદ શુભમન ગિલ અને કેપ્ટન દિનેશ કાર્તિકે રંગ જંમાવ્યો અને પાંચમી વિકેટ માટે 83 રન કર્યાં. જેમાં ગિલે 32 બોલ પર અડધી સદી ફટકારીને આઈપીએલની પહેલી અડધી સદી કરી. તેણે 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતાં. જ્યારે કાર્તિકે 18 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 45 રન કર્યાં.



ચેન્નાઈએ કોલકાતાને આપ્યો 178 રનનો ટાર્ગેટ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યાં અને કોલકાતાને જીત માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો. ચેન્નાઈ માટે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સૌથી વધુ 43 રન કર્યાં. જ્યારે શેન વોટ્સને 36 રન કર્યાં. ચેન્નાઈનો કોઈ બેટ્સમેન સારી શરૂઆતને મોટા આંકડામાં ફેરવી શક્યો નહીં. જેનું ટીમને નુક્સાન ભોગવવું પડ્યું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ છેલ્લે 25બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી અણનમ રહીને 43 રન કર્યાં અને ટીમને પડકારજનક સ્કોર સુધી પહોંચાડી. ઓપનર શેન વોટ્સને 36, સુરેશ રૈનાએ 31 અને ફાફ ડુપ્લેસિસે 27 રન કર્યાં. જ્યારે અંબાતિ રાયડુએ 21, રવિન્દ્ર જાડેજાએ 12 રન કર્યાં હતાં. ધોની અને કર્મ શર્મા અણનમ રહ્યાં હતાં.


સુનિલ નરેને ખુબ સારી બોલિંગનું પ્રદર્શન કરતા ચાર ઓવરમાં 31 રન આપીને બે વિકેટ લીધી. પીયૂષ ચાવલાએ 35 રન આપીને 2 વિકેટ મેળવી. શિવમ માવીએ 3 ઓવરમાં ફક્ત 21 રન આપ્યાં. જો કે તેને કોઈ વિકેટ મળી નહીં.


કોલકાતાએ ટોસ જીતીને ચેન્નાઈને આપી પહેલા બેટિંગ
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને બોલિંગ કરવાનો ફેંસલો લીધો અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નહતો. જ્યારે કોલકાતાએ ઈજાગ્રસ્ત નીતિશ રાણાની જગ્યાએ રિંકુ સિંહને તક આપી હતી.