KKR vs DC: ટોમ બેન્ટનને તક આપી શકે છે કોલકત્તા, જાણો બંન્ને ટીમની સંભવિત ઇલેવન
આજના મુકાબલામાં પ્લેઇંગ ઇલેવનને જોઈએ તો કોલકત્તાને શુભમન ગિલની સાથે એક એવા જોડીદારની જરૂર છે જે લાંબો સાથ નિભાવે. તેવામાં સુનીલ નરેનના સ્થાને ટોમ બેન્ટકને તક મળી શકે છે.
શારજાહઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી મેચમાં આજે સાંજે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ઉતરશે. આશા છે કે આજના મુકાબલામાં સતત ફ્લોપ રહેલા સુનીલ નરેનના સ્થાને વિસ્ફોટક ઓપનર ટોમ બેન્ટનને તક આપવામાં આવી શકે છે. તો દિલ્હીની ટીમમાં કોઈ પ્રકારના ફેરફારની શક્યતા નથી. દિલ્હીને પાછલા મુકાબલામાં હાર તો કોલકત્તાને જીત મળી હતી.
આજના મુકાબલામાં પ્લેઇંગ ઇલેવનને જોઈએ તો કોલકત્તાને શુભમન ગિલની સાથે એક એવા જોડીદારની જરૂર છે જે લાંબો સાથ નિભાવે. તેવામાં સુનીલ નરેનના સ્થાને ટોમ બેન્ટકને તક મળી શકે છે. જ્યારે મિડલ ઓર્ડરમાં કેપ્ટન દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ અને ઇયોન મોર્ગન ઝડપથી રન બનાવી શકે છે. બોલિંગમાં શિવમ માવી, કમલેશ નાગરકોટી અને પેટ કમિન્સ સારી લયમાં છે. સ્પિનરમાં કુલદીપ અને વરૂણ ચક્રવર્તી દિલ્હી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
જો વાત દિલ્હીની પ્લેઇંગ ઇલેવનની કરીએ તો અહીં ઓપનિંગમાં અનુભવી શિખર ધવનની સાથે પૃથ્વી શો હશે. ત્યારબાદ કેપ્ટન અય્યર, રિષભ પંત અને શિમરોન હેટમાયર છે. ટીમની બોલિંગમાં રબાડા, નોર્ત્જે અને ઇશાંતની ત્રિપુટી છે. સ્પિનમાં અશ્વિન ફિટ હશે તો વાપસી કરી શકે છે.
IPL 2020: નામ લીધા વગર ઉંમર મુદ્દે એમએસ ધોની પર ઇરફાન પઠાણે સાધ્યું નિશાન
કોલકત્તાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ટોમ બેન્ટન, શુભમન ગિલ, નીતીશ રાણા, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, પેટ કમિન્સ, કમલેશ નાગરટોકી, શિવમ માવી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી.
દિલ્હીની સંભવિત પ્લેઇંગ ઇલેવન
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, શિમરોન હેટમાયર, રિષભ પંત, માર્કસ સ્ટોઇનિસ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, કગિસો રબાડા, એનરિચ નોર્ત્જે અને ઇશાંત શર્મા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube