દુબઈઃ ભારતીય ઓપનર લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી બે મેચોની ટી20 સિરીઝમાં બે શાનદાર ઈનિંગની મદદથી મંગળવારે અહીં જાહેર થયેલા ટી20 બેટ્સમેનોના તાજા આઈસીસી રેન્કિંગમાં પાંચમાં સ્થાન પર પહોંચી ગયો છે. ટીવી શો પર મહિલાઓ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી માટે બીસીસીઆઈ દ્વારા ટૂંકા પ્રતિબંધ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર રાહુલે 2 મેચોમાં 47 અને 50 રનની ઈનિંગ રમી જેની મદદથી તેણે તાજા રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલરોની યાદીમાં કુલદીપ યાદવ એક સ્થાન નીચે આવીને પાંચમાં ક્રમે પહોંચી ગયો છે, જેને બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો બાબર આઝમ અને અફગાનિસ્તાનનો રાશિદ ખાન ક્રમશઃ બેટ્સમેન અને બોલરોની યાદીમાં સર્વોચ્ચ સ્થાન પર યથાવત છે. પાકિસ્તાન (135)ની ટીમ બીજા સ્થાન પર રહેલી ભારત (122) કરતા 13 પોઈન્ટ આગળ છે. 


ઈંગ્લેન્ડની ટીમ 121 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. લેગ સ્પિનર આદિલ રાશિદે હાલમાં જાહેર થયેલા રેન્કિંગમાં પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા સ્થાનની બરોબરી કરી છે. રાશિદને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝમાં પાંચ વિકેટ ઝડપવાથી બે સ્થાનની લીડ હાસિલ કરવામાં મદદ મળી જેથી તે સિરીધ દરમિયાન પોતાના કરિયરમાં પ્રથમવાર 700 પોઈન્ટની ઉપર પહોંચી ગયો છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર