ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ વર્ષે ભારતમાં યોજનારા વનડે વર્લ્ડ  કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ચીફ સિલેક્ટર અજીત આગરકરના નેતૃત્વમાં પસંદ કરાયેલી ભારતીય ટીમના કોમ્બિનેશન અંગે ભાત ભાતના સવાલ પણ ઉઠવા લાગ્યા. ભારતીય સ્ક્વોડમાં વિકેટકીપર બેટર કેએલ રાહુલને પણ જગ્યા મળી છે. રાહુલ ઈજામાંથી હમણા જ બહાર આવ્યો છે. તેની એશિયા કપમાં પણ પસંદગી થઈ પરંતુ ઈજા બાદ એક પણ મેચ રમી શક્યો નહીં. તેને મેચ રમ્યા વગર જ વર્લ્ડ કપ સ્ક્વોડમાં સામેલ કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખરાબ પ્રદર્શન છતાં સૂર્યાને તક!
આવામાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે. બીજી બાજુ સૂર્યકુમાર યાદવ જેનો વનડેમાં રેકોર્ડ ખુબ જ ખરાબ છે. તે સતત ત્રણ મેચોમાં ગોલ્ડન ડક (પહેલા બોલે આઉટ) પર  આઉટ થવાનો શરમજનક રેકોર્ડ પણ બનાવી ચૂક્યો છે. આમ છતાં ટીમમાં જગ્યા મળી છે. પરંતુ અહીં ફેન્સને જણાવી દઈએ કે આ બંને ખેલાડીઓની જગ્યા હજુ પણ પાક્કી સમજી શકાય નહીં. 


વાત જાણે એમ છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના જણાવ્યાં મુજબ વર્લ્ડ કપ માટે તમામ 10 દેશોએ પોતાની 5 સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવાની હતી. બધાએ આમ કર્યું પણ ખરા. પરંતુ આઈસીસીએ આ તમામ દેશોને 28 સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરવાની મંજૂરી આપેલી છે. 


આ તારીખ સુધીમાં થઈ શકે છે ફેરફાર
કોઈ પણ દશ પોતાની ટીમમાં આઈસીસીની મંજૂરી વગર 28 સપ્ટેમ્બર સુધીમાં ફેરફાર કરી શકે છે કે પછી આખી ટીમ પણ બદલી શકે છે. પંતુ તમામ દેશોએ 28 સપ્ટેમ્બર સુધીમાં ફાઈનલ 15 સભ્યોની ટીમ જણાવવાની રહેશે. ત્યારબાદ આઈસીસીની મંજૂરી બાદ જ ફેરફાર કરી શકાશે. 


અત્રે જણાવવાનું કે ભારતીય ટીમ હાલ એશિયા કપ રમી રહી છે. ત્યારબાદ ઘર આંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચોની સિરીઝ રમશે. આવામાં ટીમ મેનેજમેન્ટ પાસે પોતાની ટીમને અજમાવવાની પૂરેપૂરી તક છે. આ દરમિયાન જો કે એલ રાહુલ અને સૂર્યા સારું પ્રદર્શન ન કરી શકે કે પછી કોઈ ઈજાગ્રસ્ત થાય તો તેમને રિપ્લેસ કરી શકાય છે. 


બીજા ખેલાડીઓની પણ થઈ શકે એન્ટ્રી
જો ફેરફાર થાય તો પછી તે સ્થિતિમાં સૂર્યાને તિલક વર્મા રિપ્લેસ કરી શકે છે. જ્યારે કે એલ રાહુલની જગ્યાએ સંજૂ સેમસનને તક મળી શકે છે. આ ઉપરાંત જો કોઈ અન્ય ખેલાડી પણ ઈજાગ્રસ્ત થાય કે સારું પ્રદર્શન ન કરી શકે તો તે સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે. આવામાં હજુ પણ ખેલાડીઓ માટે આશા જીવંત છે. 


અત્રે જણાવવાનું કે વનડે વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ન્યૂઝીલેન્ડ ગત વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું હતું. આ વખતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે રમાશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. 


વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન)
શુભમન ગિલ
વિરાટ કોહલી
સૂર્યકુમાર યાદવ
શ્રેયસ અય્યર
કેએલ રાહુલ (વિકેટકીપર)
ઈશાન કિશન (વિકેટકીપર)
અક્ષર પટેલ
હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન)
રવિન્દ્ર જાડેજા
મોહમ્મદ સિરાજ
કુલદીપ યાદવ
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ શમી
શાર્દુલ ઠાકુર


ભારત પાકિસ્તાનની મેચ 14 ઓક્ટોબરે
આવું પહેલીવાર બનશે કે ભારત એકલા હાથે વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ અગાઉ તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 ઓક્ટોબરે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અત્રે જણાવવાનું કે ભારતીય ટીમે વર્લ્ડ કપની બરાબર પહેલા પોતાના ઘરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. 


ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સમયપત્રક


ઑક્ટોબર 8: vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 11: vs અફઘાનિસ્તાન, નવી દિલ્હી, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 14: vs પાકિસ્તાન , અમદાવાદ, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 19: vs બાંગ્લાદેશ, પૂણે, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 22: vs ન્યુઝીલેન્ડ, ધર્મશાલા, બપોરે 2 વાગ્યે
ઑક્ટોબર 29: vs ઇંગ્લેન્ડ, લખનૌ, બપોરે 2 વાગ્યે
2 નવેમ્બર: vs શ્રીલંકા, મુંબઈ, બપોરે 2
નવેમ્બર 5: vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા, બપોરે 2 વાગ્યે
નવેમ્બર 12: vs નેધરલેન્ડ, બેંગલુરુ, બપોરે 2 વાગ્યે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube