લખનઉઃ ભારતીય બેટર અને લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં કમાલ કર્યો છે. કેએલ રાહુલે ટી20 ક્રિકેટમાં 7 હજાર રન પૂરા કર્યા છે. કેએલ રાહુલે આ મામલામાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. કેએલ રાહુલ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સ્ટ્રાઇક રેટને લઈને સતત સવાલ ઉઠતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકેટકીપર-બેટર કેએલ રાહુલે આ સિદ્ધિ ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ આઈપીએલ 2023ની 30મી લીચ મેચમાં હાસિલ કરી છે. કેએલ રાહુલે 14મો રન બનાવવાની સાથે ટી20 ક્રિકેટ (ટી20 આંતરરાષ્ટ્રીય, ટી20 ઘરેલૂ અને લીગ ક્રિકેટ) માં 7 હજાર રન પૂરા કરવાની સિદ્ધિ મેળવી છે. કેએલ રાહુલે આ કારનામુ 200થી ઓછી ઈનિંગમાં કર્યું છે, જ્યારે વિરાટ કોહલીએ  200થી વધુ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજા નંબર પર શિખર ધવન છે.


આ પણ વાંચોઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરની જુઓ તસવીરો, મહેલ જેવી રાજસી સુવિધાથી સજ્જ છે બંગલો


વિરાટ કોહલીએ 212 ઈનિંગમાં સાત હજાર રન પૂરા કર્યા હતા, જ્યારે કેએલ રાહુલે 197મી ઈનિંગમાં આ આંકડો પૂરો કર્યો છે. શિખર ધવને 246, સુરેશ રૈનાએ 251 અને રોહિત શર્માએ 258 ઈનિંગમાં ટી20 ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કર્યા હતા. પરંતુ આ બધામાં કેએલ રાહુલની સ્ટ્રાઇક રેટ વધુ છે. તેણે 136ની સ્ટ્રાઇક રેટથી 66 વખત 50થી વધુ રનની ઈનિંગ રમીને આ આંકડો મેળવવામાં સફળતા હાસિલ કરી છે. કેએલ રાહુલે આઈપીએલમાં 4100થી વધુ રન બનાવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube