IPL 2025: કેએલ રાહુલની આ જૂની ટીમમાં થશે વાપસી, છોડી દેશે લખનૌ સુપર જાયન્ટ્સનો સાથ? સામે આવ્યો રિપોર્ટ
KL Rahul: કેએલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી લખનૌ સુપર જાયન્ટ્સમાં છે. હવે સામે આવેલા રિપોર્ટ્માં કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ લખનૌનો સાથ છોડી શકે છે.
KL Rahul IPL 2025: કેએલ રાહુલને 2022ના મેગા ઓક્શનમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)એ ખરીદ્યો હતો. રાહુલે 2024 આઈપીએલ સુધી લખનૌની કમાન સંભાળી હતી. રાહુલની આગેવાનીમાં ટીમ બે વખત પ્લેઓફમાં પહોંચી અને એક વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. 2024ના આઈપીએલમાં લખનૌ તરફથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, ત્યારબાદ કેપ્ટન રાહુલ પર ઘણા સવાલ ઉઠ્યા હતા. હવે સામે આવેલા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આઈપીએલ 2025માં રાહુલ પોતાની જૂની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂમાં પરત આવી શકે છે.
નોંધનીય છે કે 2025માં મેગા ઓક્શન થવાનું છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડી પોત-પોતાની જૂની ફ્રેન્ચાઇઝીથી અલગ થઈ શકે છે. આ લિસ્ટમાં કેએલ રાહુલ એક નામ હોઈ શકે છે. 2024 આઈપીએલમાં કેએલ રાહુલ અને લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયનકા વચ્ચે એક મેચ દરમિયાન વાતચીત જોવા મળી હતી, જેને યોગ્ય ગણાવવામાં આવી નહીં. પરંતુ બંનેએ પોતપોતાની વાતચીતને સાધારણ ગણાવી હતી. ત્યારબાદ રાહુલ લખનૌથી અલગ થશે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
એક રિપોર્ટ પ્રમાણે લખનૌના માલિક સંજીવ ગોયનકા સાથે રાહુલના સંબંધ ખરાબ થઈ ગયા છે. તેવામાં રાહુલ લખનૌથી અલગ થાય તે સમાચાર ચર્ચામાં રહ્યાં હતા. પરંતુ આ મુદ્દે હજુ સુધી સત્તાવાર કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ ભારતના 117 એથલીટો પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા મેદાનમાં ઉતરશે, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
બીજીવાર આરસીબીમાં થઈ શકે છે સામેલ
તમામ મીડિયા રિપોર્ટ્સમાં તે વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સમાંથી નિકળ્યા બાદ 2025 આઈપીએલમાં પોતાની જૂની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની સાથે જોડાય શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરસીબીને નવા કેપ્ટનની જરૂર છે, જે માટે રાહુલને સારા ઉમેદવારના રૂપમાં જોવા મળી રહ્યો છે. આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 40 વર્ષનો થઈ ગયો છે. તેવામાં ટીમ તેની ઉંમરને જોતા તેને રિલીઝ કરી શકે છે. કેએલ રાહુલે 2013માં પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત આરસીબી સાથે કરી હતી. રાહુલ 2016 સુધી આરસીબી સાથે રહ્યો હતો.