IPL 2023 : ભારતની ટેસ્ટ ટીમ પછી, આ અનુભવી બેટ્સમેનનું IPLમાંથી પણ પત્તુ કપાવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. IPL 2023માં આ દિગ્ગજ ભારતીય બેટ્સમેન સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે, જેના પછી તેની કારકિર્દી ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ હવે આ ખેલાડીની આઈપીએલ કારકિર્દી પણ લગભગ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવતા વર્ષે IPL 2024ની હરાજીમાં કોઈ પણ ટીમ ભારતના આ દિગ્ગજ બેટ્સમેનને સારી કિંમત પણ આપવા માંગશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેસ્ટ ટીમ બાદ આ દિગ્ગજ બેટ્સમેન આઈપીએલમાંથી પણ કપાઈ જશે
IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ સતત ફ્લોપ થઈ રહ્યો છે. આઈપીએલ 2023 સીઝનમાં કેએલ રાહુલ અત્યાર સુધી માત્ર 8, 20, 35 અને 18 રન જ બનાવી શક્યો છે. કેએલ રાહુલ ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. પસંદગીકારોએ પહેલેથી જ ભારતીય ટેસ્ટ ટીમમાંથી કેએલ રાહુલનું પત્તું કાપી નાખ્યું છે અને હવે તે હંમેશા માટે આઈપીએલમાંથી બહાર થઈ શકે છે. તાજેતરમાં, કેએલ રાહુલને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ ડિમોશનનો સામનો કરવો પડ્યો હતો.


આ પણ વાંચો:
શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
રાશિફળ 11 એપ્રિલ: આ રાશિઓનું ભવિષ્ય ચમકશે, મહત્ત્વપૂર્ણ ડીલ થવાની શક્યતા
ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય


કરિયર કાઉન્ટડાઉન
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ હવે IPL 2023માં પણ કેએલ રાહુલનું બેટ શાંત છે. કેએલ રાહુલની ખરાબ બેટિંગ લખનૌ સુપર જાયન્ટ્સ માટે ચિંતાનો વિષય છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં કેએલ રાહુલ 20 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ કેએલ રાહુલ આ ખરાબ પ્રદર્શનને કારણે લાંબા સમય સુધી લખનૌની કેપ્ટનશિપ કરી શકશે નહીં. જો કેએલ રાહુલ જલ્દી ફોર્મમાં પરત નહીં ફરે તો આઈપીએલની વચ્ચે જ તેને કપ્તાની પરથી હટાવી શકાય છે.


વાઇસ-કેપ્ટનનું પદ ગુમાવ્યું
કેએલ રાહુલને આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની મધ્યમાં વાઇસ-કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં જ બીસીસીઆઈએ કેએલ રાહુલને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી B ગ્રેડમાં ઉતાર્યો હતો. આઈપીએલમાં, કેએલ રાહુલને એક સિઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી 17 કરોડ રૂપિયાની જંગી રકમ મળે છે અને તે કેપ્ટન પણ છે. જો કેએલ રાહુલ જલ્દી ફોર્મમાં પરત નહીં ફરે તો આઈપીએલની વચ્ચે જ તેને કપ્તાની  પદ પરથી હટાવી શકાય છે. 


આ પણ વાંચો:
Budh Gochar:આ રાશિના લોકો માટે વરદાન જેવા છે હવે પછીના દિવસો, થશે ધનલાભ અને મળશે સુખ
શું તમને પણ થાય છે ખુબ પરસેવો? આ રીતે મેળવો પરસેવા અને એની ગંધની રાહત
નિકોલસ પૂરનની તોફાની ઈનિંગ RCB ને ભારે પડી, રોમાંચક મેચમાં લખનઉની ટીમ જીતી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube