કેએલ રાહુલ ફિટ! એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાને મળી શકે છે ગુડ ન્યૂઝ, અય્યરે વધારી ચિંતા
ભારતીય ટીમ પોતાના બે મુખ્ય ખેલાડી કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટ થવાની રાહ જોઈ રહી છે. આ વચ્ચે રાહુલને લઈને રાહત ભર્યા સમાચાર આવ્યા છે, જ્યારે અય્યરની ફિટનેસને લઈને ચિંતાનો વિષય હજુ યથાવત છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ લાંબા સમયથી પોતાના પ્રમુખ ખેલાડી કેએલ રાહુલની ફિટનેસને લઈને ચિંતિત હતી. આઈપીએલ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા રાહુલની સર્જરી થઈ હતી અને ત્યારબાદ તે નેશનલ ક્રિકેટ એકેડમી, એનસીએમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની મેચ ફિટનેસ માટે એનસીએએ એક પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કર્યું હતું, જેમાં લાંબા સમય સુધી રાહુલે બેટિંગ અને વિકેટકીપિંગ કરી. હવે આ મેચ બાદનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ટીમ ઈન્ડિયા માટે રાહતના સમાચાર છે. સોમવારે એશિયા કપ માટે ટીમની જાહેરાત થવાની છે. તે પહેલા ગુડ ન્યૂઝ મળી શકે છે.
કેએલ રાહુલે શુક્રવારે એનસીએ દ્વારા આયોજિત મેચની પરિસ્થિતિઓ અનુસાર અભ્યાસ દરમિયાન ઘણા સમય સુધી બેટિંગ અને વિકેટકીપિંગ કરી. આ મેચ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી માટે પોતાની તત્પરતા દેખાડી જે એશિયા કપ અને વનડે વિશ્વકપ પહેલા ભારત માટે મનોબળ વધારનારી વાત છે. તેને જોતા પૂરી સંભાવના છે કે રાહુલ એશિયા કપ માટે શ્રીલંકાની યાત્રા કરી શકે છે, જે માટે ભારતીય ટીમની જાહેરાત 21 ઓગસ્ટે થવાની છે.
આ પણ વાંચોઃ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન ક્રિકેટમાં આવ્યો ભૂકંપ, આ મુદ્દે થયો વિવાદ
કેએલ રાહુલની ફિટનેસ પર અપડેટ?
આની જાણકારી ધરાવતા એક સૂત્રએ પીટીઆઈ/ભાષાને જણાવ્યું કે, રાહુલે NCA ખાતે 'મેચ સિમ્યુલેશન' પ્રોગ્રામમાં લાંબા સમય સુધી બેટિંગ અને વિકેટ કીપિંગ કરીને ઉત્તમ ફિટનેસ સ્તર દર્શાવ્યું છે. તેણે આ અઠવાડિયાની શરૂઆતમાં બેટિંગ શરૂ કરી હતી અને હવે તેણે વિકેટકીપિંગ પણ શરૂ કરી દીધી છે. રાહુલનું ટોપ લેવલ ક્રિકેટમાં વાપસી નજીક લાગે છે. રાહુલની વાપસીથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પરનો મોટો બોજ ઘટશે કારણ કે તે મિડલ ઓર્ડરમાં જગ્યા બનાવી શકે છે.
શ્રેયસ અય્યરે જોવી પડી શકે છે રાહ
સૂત્રએ આગળ શ્રેયસ અય્યરને લઈને પણ માહિતી આપી છે. વર્તમાનમાં એનસીએમાં ઈજામાંથી સાજા થઈ રહેલા શ્રેય્યરે હજુ લાંબી રાહ જોવી પડી શકે છે. અય્યર એનસીએમાં મેચની પરિસ્થિતિઓ અનુસાર અભ્યાસ કરી રહ્યો છે અને મધ્યમક્રમા આ બેટરની ફિટનેસમાં સુધાર જોવા મળ્યો છે. પરંતુ શ્રેયસના સંબંધમાં અંતિમ નિર્ણય આગામી બે દિવસમાં લઈ શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube