નવી દિલ્હી: ઈન્ડિયન પ્રિમિયર લીગની 15મી સિઝનની શરૂઆત થવાને બસ હવે થોડાં દિવસો જ બાકી છે. તમામ 10 ટીમોએ તૈયારી કરી લીધી છે. આઈપીએલ 2022ની પ્રથમ મેચ 26મી માર્ચે રમાવવા જઈ રહી છે. જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચૈન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. તે પહેલાં જાણો આઈપીએલ 2022 માટે તમામ 10 ટીમના કેપ્ટનોની કેટલી સેલરી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટીમોને મળ્યા નવા કેપ્ટન
આઈપીએલ 2022માં કોલકત્તા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન બદલાયા છે. કેકેઆરની કમાન શ્રેયસ ઐય્યરની અપાઈ છે. તો આરસીબીની કેપ્ટનશીપ ફેફ ડૂ પ્લેસિ્સ કરશે. જ્યારે, પંજાબ કિંગ્સનું નેતૃત્તવ મયંક અગ્રવાલ કરશે. આ સાથે બંને નવી ટીમો, લખનઉ અને ગુજરાતે કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાને કેપ્ટશીપ આપી છે.


તમામ 10 ટીમોના કેપ્ટન અને તેમની સેલેકી
1. દિલ્લી કેપિટલ્સ, ઋષભ પંત, 16 કરોડ રૂપિયા
2. રોલય ચેલેન્જર્સ બેંગ્લોર, ફેફ ડૂ પ્લેસિ્સ, 7 કરોડ રૂપિયા
3. ચૈન્નાઈ સુપર કિંગ્સ, મહેન્દ્રસિંહ ધોની, 12 કરોડ રૂપિયા
4. મુંબઈ ઈન્ડિયન્સ, રોહિત શર્મા, 16 કરોડ રૂપિયા
5. પંજાબ કિંગ્સ, મયંક અગ્રવાલ, 14 કરોડ રૂપિયા
6. સનરાઈઝર્સ હૈદરાબાદ, કેન વિલિયમસન, 14 કરોડ રૂપિયા
7. લખનઉ સુપર જાયનટ્સ, કેએલ રાહુલ, 17 કરોડ રૂપિયા
8. કોલકત્તા નાઈટ રાઈડર્સ, શ્રેયસ ઐય્યર, 12.25 કરોડ રૂપિયા
9. રાજસ્થાન રોયલ્સ, સંજૂ સેમસન, 14 કરોડ રૂપિયા
10. ગુજરાત ટાઈટન્સ, હાર્દિક પંડ્યા, 15 કરોડ રૂપિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube