લંડનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને (virat kohli) વિઝનડ ક્રિકેટ અલમાનૈકે ( wisden cricketers) ચાર અન્યની સાથે દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની યાદીમાં સામેલ કર્યો છે. કોહલી સિવાય દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન, એબી ડિવિલિયર્સ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને મહિલા ક્રિકેટની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી આ યાદીમાં સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ છેલ્લા 10 વર્ષમાં કોઈપણ અન્ય બેટ્સમેનની તુલનામાં 5775 વધુ રન બનાવ્યા અને તે આ દાયકાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન રહ્યો છે. આ 31 વર્ષીય બેટ્સમેનને દાયકાની વિઝડન ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ બનાવાયો છે, જ્યારે તે એકદિવસીય ટીમમાં પણ સામેલ છે. 


વિઝડને લખ્યું છે, 'તે પ્રતિભાશાળી છે.' ઈંગ્લેન્ડના 2014ના પ્રવાસના અંતથી લઈને બાંગ્લાદેશ વિરુદ્ધ નવેમ્બરમાં કોલકત્તા ટેસ્ટ સુધી તેણે 63ની એવરેજથી રન બનાવ્યા, જેમાં 21 સદી સામેલ છે. 


તેમાં લખવામાં આવ્યું છે, 'તે ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ઓછામાં ઓછી 50ની એવરેજથી રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. ત્યાં સુધી કે હાલમાં સ્ટીવ સ્મિથે પણ ટિપ્પણી કરી કે તેના જેવું કોઈ નથી.'


AUS vs NZ: સ્ટીવ સ્મિથની નજર સદી પર, ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પ્રથમ દિવસ


વિઝડન અનુસાર, 'સચિન તેંડુલકરના સન્યાસ લેવા અને એમએસ ધોનીના કરિયરના અંત તરફ વધ્યા બાદ વિશ્વમાં કોઈ પણ અન્ય ક્રિકેટર એવો નથી, જે દરેક દિવસે કોહલી જેવા દબાવમાં રમતો હોય.'


કોહલીએ છેલ્લા એક દાયકામાં ટેસ્ટ ક્રિકેટમાં 27 સદીની મદદથી 7202 રન બનાવ્યા છે. આ સિવાય તેણે વનડેમાં 11125 અને ટી20માં 2633 રન બનાવ્યા છે. તેના નામ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી નોંધાયેલી છે અને તે માત્ર તેંડુલકર (100) અને રિકી પોન્ટિંગ (71)થી પાછળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube