મુંબઈઃ આ સમયે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સૌથી સફળ કેપ્ટન બનવાની રાહ પર ઝડપથી આગળ વધી રહ્યો છે અને એક બાદ એક નવા મુકામ હાસિલ કરી રહ્યો છે. વિરાટ ક્રિકેટ સિવાય ઘણા સામાજીક કાર્યક્રમમાં પણ પોતાનું યોગદાન આપે છે. તો તેમનો જાનવરો પ્રત્યેનો પ્રેમ જગજાહેર ચે. પીપલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (PETA)એ વર્ષ 2019 માટે વિરાટને ભારતમાં પોતાનો પર્સન ઓફ ધ યર જાહેર કર્યો છે. આ એવોર્ડ વિરાટની પત્ની અનુષ્કા શર્મા  (Anushka Sharma)ને પહેલા મળી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને આમેર કિલેમાં સવારી માટે ઉપયોગ કરવામાં આવતા હાથી માલતીને પણ છોડવા માટે પેટા ઈન્ડિયા તરફથી અધિકારીઓને પત્ર લખ્યો હતો. આ હાથીને આઠ વ્યક્તિઓએ ખરાબ રીતે માર્યો હતો. 


કોહલી બેંગલુરૂના એક આશ્રયમાં ઈજાગ્રસ્ત કુતરાઓને મળવા પણ ગયો હતો. તેણે પોતાના પ્રશંસકોને અપીલ કરી જાનવરોને ખરીદવાની જગ્યાએ તેને દતક લેવાનું કહ્યું હતું. 



પેટા ઈન્ડિયાના ડાયરેક્ટર (સેલિબ્રિટી અને પબ્લિક રિલેશન) સચિન બાંગેરાએ કહ્યું, 'વિરાટ કોહલી જાનવરોના અધિકારો માટે ખુબ કામ કરી રહ્યો છે. અમે બધાને તેની પાસે પ્રેરણા લેવાની અપીલ કરીએ છીએ.'


આ પહેલા કોંગ્રેસ નેતા શશિ થરૂર, કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા, હેમા માલિની, આર માધવન પણ આ સન્માન હાસિલ કરી ચુક્યા છે.