બર્મિંઘમઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ મુકાબલામાં હાર બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એજબેસ્ટનની પિચ અને બાઉન્ડ્રી પર સવાલ ઉઠાવ્યા છે. કોહલીએ મેચ બાદ સેરેમનીમાં સપાટ પિચ અને નાની બાઉન્ડ્રીને લઈને નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, મેચમાં ટોસનું વધુ મહત્વ નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીએ બાઉન્ડ્રી સેટિંગ પર સવાલ ઉઠાવતા કહ્યું, 'પહેલા બેટિંગ કરીને સારો સ્કોર કરવો આ મેચ માટે મહત્વપૂર્ણ હતો, ખાસ કરીને એવી સ્થિતિમાં જ્યારે બાઉન્ડ્રી નાની હોય. સંયોગથી 59 મીટર આ ટૂર્નામેન્ટમાં ન્યૂનતમ બાઉન્ડ્રીની સીમાની અંદર આવે છે. ફ્લેટ પિચ પર આ હોવું અજીબ છે. આ અમારો પહેલો અનુભવ હતો. તે ગજબ છે કે વસ્તુ ખુદ આમ થઈ રહી છે. મને નથી લાગતું કે ટોસનો કોઈ મોટો રોલ હતો. અમારે સારી બેટિંગ કરવાની જરૂર હતી, ઈંગ્લેન્ડના બોલરોએ પોતાના પ્લાન પર કામ કર્યું અને સારી બોલિંગ કરી. આજે ઈંગ્લેન્ડ અમારા કરતા સારૂ રમ્યું.'


મેચમાં સ્પિનરોની ધોલાઈના સવાલ પર વિરાટ બોલ્યો, 'જો બેટ્સમેન તમને 59 મીટરની બાઉન્ડ્રીમાં પર 6 રન માટે સ્વિપ કરી રહ્યાં છે તો એક સ્પિનર તરીકે તમે વધુ નકરી શકો. નાની બાઉન્ડ્રીને કારણે રન રોકવા વધુ મુશ્કેલ હતા.'

ઈંગ્લેન્ડ સામે ભારતની હાર બાદ ગુસ્સામાં પાકિસ્તાન, વકાર યૂનુસે ટ્વીટર પર ઉઠાવ્યા સવાલ

અંતિમ 5 ઓવરોમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ સ્ટાઇલ પર ઉઠી રહેલા સવાલો પર કોહલીએ કહ્યું, 'જ્યારે અમારે 15 રન પ્રતિઓવરની આસપાસ જરૂર હતી તો બાઉન્ડ્રી આવી રહી નહતી, કારણ કે તે સારી જગ્યા પર બોલિંગ કરી રહ્યાં હતા. અમે સાથે બેસીને તેનું મંથન કરીશું.'