બેંગલુરૂઃ  કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2023ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 21 રને પરાજય આપ્યો છે. સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને આ જીત મળી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 5 વિકેચે 200 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 179 રન બનાવી શકી હતી. કોલકત્તાની આઠ મેચમાં આ ત્રીજી જીત છે અને તેના 6 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેસન રોય અને જગાદીશને અપાવી મજબૂત શરૂઆત
કોલકત્તા નાઇટ રાઇડર્સે આક્રમક શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં જેસન રોય અને જગાદીશને 66 રન ફટકારી દીધા હતા. જગાદીશન 27 રન બનાવી આઉટ થયો હતો. તો જેસન રોયે સતત બીજી અડધી સદી ફટકારી હતી. રોયે 29 બોલમાં ચાર ફોર અને પાંચ સિક્સ સાથે 56 રન બનાવ્યા હતા. 


વેંકટેશ અય્યર 26 બોલમાં ત્રણ ફોર સાથે 31 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન નીતિશ રાણાએ 21 બોલમાં ચાર સિક્સ અને ત્રણ ચોગ્ગા સાથે 48 રન બનાવ્યા હતા. આંદ્રે રસેલ 1 રન બનાવી સિરાજનો શિકાર બન્યો હતો. રિંકૂ સિંહ 18 અને વીઝા 12 રન બનાવી અણનમ રહ્યાં હતા. બેંગલોર તરફથી વિજયકુમાર વયશ્ક અને હસરંગાએ બે-બે તથા સિરાજે એક વિકેટ ઝડપી હતી.


આ પણ વાંચોઃ Rishabh Pant ના વિશ્વકપ રમવા પર લટકી તલવાર, આવ્યા ભારતીય ફેન્સના દિલ તોડનારા સમાચાર


લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને 31 રને પ્રથમ ઝટકો લાગ્યો હતો. ફાફ 17 રન બનાવી સુયષ શર્માનો શિકાર બન્યો હતો. શાહબાઝ અહમદ માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસિસ 5 રન બનાવી ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. મહીપાલ લોમરોરે 1 ફોર અને ત્રણ સિક્સ સાથે 18 બોલમાં 34 રન બનાવ્યા હતા. 


વિરાટ કોહલી 54 રન બનાવી આઉટ થયો હતો. દિનેશ કાર્તિકે 22 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી વરૂણ ચક્રવર્તીએ 27 રન આપીને ત્રણ, સુયષ શર્મા અને આંદ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube