ઈન્દોરઃ કોલકત્તા નાઇટ રાઈડર્સે કિંગ્સ ઈલેવન પંજાબને આઈપીએલ સીઝન-11ના 44માં મેચમાં 31 રનથી પરાજય આપ્યો છે. ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા અને પંજાબને 246નો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 214 રન બનાવી શકી અને કોલકત્તાએ ધમાકેદાર જીત મેળવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તાએ પંજાબને આવ્યો આ સીઝનનો સૌથી મોટો ટાર્ગેટ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 245 રન બનાવ્યા અને પંજાબને 246નો ટાર્ગેટ આપ્યો. આ સીઝનનો આ સૌથી મોટો ટીમ સ્કોર છે. આ પેહલા આ સીઝનમાં દિલ્હીએ 219 રન બનાવ્યા હતા. સુનીલ નરેને સૌથી વધુ 75 રન બનાવ્યા તેણે 36 બોલનો સામનો કરતા 9 ફોર અને 4 સિક્સ ફટકારી હતી. 


નરેન સિવાય કાર્તિકે 23 બોલમાં 50 રન ફટકાર્યા. રસેલે 14 બોલમાં 31 રનની તોફાની ઈનિંગ રમી હતી. પંજાબ તરફતી ટાય સૌથી સફળ બોલર રહ્યો તેણે 41 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 


ક્રિસ લિન (27) અને સુનીલ નરેન (75)એ કેકેઆરને સારી શરૂઆત કરાવતા પ્રથમ વિકેટ માટે 53 રન જોડ્યા હતા. છઠ્ઠી ઓવરમાં કોલકત્તાને પ્રથમ ઝટકો લાગ્યો હતો. લિન 27 રન બનાવી આઉટ થયો હતો. નવમી ઓવરમાં સુનીલ નરેને પોતાની અર્ધસદી પુરી કરી હતી. નરેન અને ઉથપ્પાએ બીજી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરી હતી. ત્યાર બાદ ટાયે નરેનને આઉટ કર્યો હતો. આજ ઓવરમાં ઉથપ્પા પણ 24 રન બનાવી આઉટ થયો હતો. 


રસેલે 14 બોલમાં 31 રન ફટકાર્યા હતા. ટીમનો સ્કોર 205 રનો હતો ત્યારે રસેલ આઉટ થયો હતો. તેણે કાર્તિક સાથે મળીને પાંચમી વિકેટ માટે 31 બોલમાં 76 રન જોડ્યા હતા. કાર્તિકે 23 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે 5 ફોર અને 3 સિક્સ ફટકારી હતી. તે અંતિમ ઓવરમાં આઉટ થયો હતો.