પુણેઃ પેટ કમિન્સ (15 બોલમાં 56 રન, 6 સિક્સ, 4 ફોર) ની ઐતિહાસિક ઈનિંગની મદદથી કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ-2022ના 14માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે મુંબઈનો ટૂર્નામેન્ટમાં સતત ત્રીજો પરાજય થયો છે. જ્યારે કોલકત્તાની સાથે ત્રીજી જીત અને છ પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં 4 વિકેટે 161 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કોલકત્તાએ 16 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. પેટ કમિન્સની આ આઈપીએલ ઈતિહાસની સંયુક્ત રૂપથી સૌથી ઝડપી અડધી સદી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તા નાઇટ રાઇડર્સે 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી અને એક ઓવરમાં 35 રન ફટકારી પોતાની ટીમને જીત અપાવી હતી. પેટ કમિન્સે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે. આ પહેલાં કેએલ રાહુલે 14 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 


પેટ કમિન્સે જે રીતે ઈનિંગ રમી તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે તેણે એક ઓવરમાં 35 રન ફટકારી દીધા. ડેનિયલ સેમ્સની એક ઓવરમાં પેટ કમિન્સે ચાર સિક્સ ફટકારી હતી.


15.1 ઓવર- 6 રન
15.2 ઓવર- 4 રન
15.3 ઓવર- 6 રન
15.4 ઓવર- 6 રન
15.5 ઓવર- 3 રન (નો-બોલ)
15.5 ઓવર- 4 રન
15.6 ઓવર- 6 રન


મુંબઈએ આપ્યો હતો 162 રનનો લક્ષ્ય
આ પહેલાં ટોસ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટે 161 રન બનાવ્યા હતા. મુંબઈનો સ્કોર 15 ઓવર બાદ ત્રણ વિકેટે 83 રન હતો. સૂર્યકુમાર યાદવ (36 બોલમાં 52 રન, પાંચ ફોર, બે સિક્સ) અને તિલક વર્મા (27 બોલમાં અણનમ 38) એ ચોથી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. મુંબઈએ છેલ્લી 5 ઓવરમાં 78 રન જોડ્યા જેમાં પોલાર્ડના પાંચ બોલમાં અણનમ 22 રન સામેલ છે. તેણે કેકેઆરના સફળ બોલર કમિન્સ (49 રનમાં બે વિકેટ) ની અંતિમ ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. ઉમેશ યાદવે 25 રન આપી બે વિકેટ ઝડપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube