IND vs WI: કુલદીપ યાદવના નિશાન મોહમ્મદ શમીનો રેકોર્ડ, માત્ર 4 વિકેટ દૂર
ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવના નિશાન પર એક ખાસ રેકોર્ડ હશે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ વનડે ક્રિકેટમાં વિકેટોની સદીથી માત્ર ચાર વિકેટ દૂર છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સિરીઝનો ત્રીજો મુકાબલો આજે શાંજે પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. 1-0ની લીડ મેળવ્યા બાદ ભારતીય ટીમ અહીં સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે તો સ્પિનર કુલદીપ યાદવના નિશાન પર એક ખાસ રેકોર્ડ હશે. ચાઇનામેન બોલર કુલદીપ વનડે ક્રિકેટમાં વિકેટોની સદી પૂરી કરવાથી ચાર વિકેટ દૂર છે.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કુલદીપનો પ્રયત્ન હશે કે તે આ મેચમાં ખાસ મુકામ હાસિલ કરી લે. કુલદીપે 2017મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જ પર્દાપણ કર્યું હતું. તેના નામે અત્યારે 53 વનડેમાં 96 વિકેટ છે. જો કુલદીપ બુધવારની મેચમાં ચાર વિકેટ ઝડપે તો તે વનડેમાં ભારત માટે સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલર બની જશે. તે આ મામલામાં મોહમ્મદ શમીને પાછળ છોડી દેશે.
INDvsWI: ક્રિસ ગેલ ક્રિકેટને આજે કરશે અલવિદા, જાણો 15 વિશ્વ રકોર્ડ
શમી અને બુમરાહનો રેકોર્ડ
શમીએ 56 મેચમાં 100નો આંકડો પાર કર્યો હતો, જ્યારે જસપ્રીત બુમરાહે આ આંકડા સુધી પહોંચવા માટે 57 મેચ રમી હતી. ઉલ્લેખનીય છે કે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપનાર બોલરની યાદીમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન ટોપ પર છે. રાશિદે વનડે કરિયરની 100 વિકેટ માત્ર 44 મેચમાં ઝડપી હતી.
ભારત ત્રણ મેચોની વનડે સિરીઝમાં આ સમયે 1-0થી આગળ છે. સિરીઝનો પ્રથમ મુકાબલો વરસાદને કારણે રદ્દ થઈ ગયો હતો, જ્યારે બીજી મુકાબલામાં ભારતીય ટીમે ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝને 59 રને પરાજય આપ્યો હતો.