INDvsWI: ક્રિસ ગેલ ક્રિકેટને આજે કરશે અલવિદા, જાણો 15 વિશ્વ રકોર્ડ

Chris Gayle: જો તમે ધ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલ (Chris gayle) ના પ્રશંસક છો તો આજે તમારા માટે થોડા દુ:ખના સમાચાર છે. ટેસ્ટ મેચમાં પ્રથમ બોલ પર સિક્સર મારનાર વિશ્વનો આ એકમાત્ર ખેલાડી ગેલ આજે ક્રિકેટને અલવિદા કહેવાનો છે. વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ગેલ બુધવારે પોતાની આખરી ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. તેમણે આઇસીસી વિશ્વ કપ પહેલા જ આ જાહેરાત કરી હતી કે ભારત વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ બાદ તે આ ક્રિકેટને અલવિદા કહી દેશે.

INDvsWI: ક્રિસ ગેલ ક્રિકેટને આજે કરશે અલવિદા, જાણો 15 વિશ્વ રકોર્ડ

નવી દિલ્હી : જો તમે ધ યૂનિવર્સ બોસ ક્રિસ ગેલ (Chris gayle) ના પ્રશંસક છો તો આજે તમારા માટે થોડા દુ:ખના સમાચાર છે. ટેસ્ટ મેચમાં પ્રથમ બોલ પર સિક્સર મારનાર વિશ્વનો આ એકમાત્ર ખેલાડી ગેલ આજે ક્રિકેટને અલવિદા કહેવાનો છે. વેસ્ટ ઇન્ડિઝનો દિગ્ગજ બેટ્સમેન ગેલ બુધવારે પોતાની આખરી ઇન્ટરનેશનલ મેચ રમનાર છે. તેમણે આઇસીસી વિશ્વ કપ પહેલા જ આ જાહેરાત કરી હતી કે ભારત વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ બાદ તે આ ક્રિકેટને અલવિદા કહી દેશે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટી 20 સિરીઝ રમાઇ ચૂકી છે. બુધવારે વન ડે સિરીઝની ત્રી જી અને આખરી મેચ છે. આ બાદ ટેસ્ટ મેચ સિરીઝ રમાવાની છે. ક્રિસ ગેલને ટેસ્ટ ટીમમાં સમાવાયો નછી. સ્પષ્ટ છે કે ત્રીજી વન ડે રમ્યા બાદ ગેલની ઇન્ટરનેશનલ કેરિયર પર પૂર્ણ વિરામ મુકાઇ જશે. જોકે તે આઇપીએલ જેવી ટી20 લીગ મેચ રમતો રહેશે.

Image result for chris gayle zee

39 વર્ષિય ક્રિસ ગેલ ન માત્ર દુનિયાના સૌશી વિસ્ફોટક બેટ્સમેનોમાં નામ સામેલ છે. પરંતુ એમની લોકપ્રિયતા પણ ગજબ છે. તેઓ પોતાની રમતનો આનંદ લેવા માટે પણ જાણીતા છે. ફિલ્ડીંગ કરતાં ડાઇવ મારે તો એ પછી એનો જશ્ન પણ મનાવે છે. 1999 માં ઇન્ટરનેશનલ કેરિયરની શરૂઆત કરનાર આ ખેલાડી જ્યારે આ ખેલને અલવિદા કરશે તો એમના નામે અંદાજે 25 જેટલા રેકોર્ડ છે.

Image result for chris gayle zee

જાણો 15 પ્રમુખ રોકોર્ડ

1. ક્રિસ ગેલ દુનિયાના એવા પહેલા ખેલાડી છે કે જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે
2. ગેલ એક માત્ર ખેલાડી છે જેમણે ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી, વનડે માં બેવડી અને ટી20 ક્રિકેટમાં સદી ફટકારી છે.
3. એવા એક માત્ર ખેલાડી કે જેણે ICC અંડર 19 વર્લ્ડકપ, ICC વર્લ્ડ ટી20, ICC ક્રિકેટ વર્લ્ડ કપ (50 ઓવર), ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને ICC ક્રિકેટ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં સદી ફટકારી છે. 

Image result for chris gayle zee
4. દુનિયાના એવા પ્રથમ ખેલાડી કે જેમણે ટી20 ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારી
5. ક્રિસ ગેલ ટી20 વર્લ્ડ કપમાં બે સદી લગાવનાર પહેલા અને એક માત્ર ખેલાડી
6. ક્રિસ ગેલ ટી20 ક્રિકેટમાં ઓપનિંગથી અણનમ રહેનાર પ્રથમ ખેલાડી છે. 
7. એક માત્ર ક્રિકેટર જેમણે ટેસ્ટ અને ટી20 ક્રિકેટમાં ઓપનિંગથી અણનમ રહેનાર ખેલાડી

Image result for chris gayle zee
8. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન ગેલના નામે 791 રન છે. 
9. કોઇ એક આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન ગેલના નામે 474 રન છે. 
10. તોફાની બેટ્સમેન ક્રિસ ગેલના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર (515) લગાવવાનો રેકોર્ડ છે. 
11. કેરેબિયન સ્ટારના નામે ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં છ બોલ પર છ ચોગ્ગા લગાવવાનો પણ રેકોર્ડ ગેલના નામે છે. 

Image result for chris gayle zee
12. ક્રિસ ગેલ એવો પ્રથમ ખેલાડી છે કે જેણે ટેસ્ટ મેચના પ્રથમ બોલ પર સિક્સર ફટકારી હતી. 
13. ક્રિસ ગેલ આઇસીસી વિશ્વ કપમાં સૌથી વધુ સિક્સ (40) લગાવનાર ખેલાડી છે.
14. ક્રિસ ગેલના નામે દ્વિપક્ષીય વનડે સિરીઝમાં સૌથી વધુ સિક્સ (39) લગાવવાનો પણ રેકોર્ડ છે. 
15. ડેવોન સ્મિથ સાથે ટી20 ક્રિકેટની સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ (145) રન કરવાનો પણ રેકોર્ડ ગેલના નામે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news