KXIP vs MI IPL 2020: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે મુંબઈ-પંજાબ
આજે સાંજે અબુધાબીમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની ટીમ આમને-સામને હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કર્યો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગુરૂવારે ટૂર્નામેન્ટની 13મી મેચ રમાવાની છે. આજે સાંજે અબુધાબીમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની ટીમ આમને-સામને હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાની પાછલી મેચમાં હારનો સામનો કર્યો છે. આજના મુકાબલામાં બંન્ને ટીમોમાં ફેરફારની શક્યતા ઓછી છે.
મુંબઈની ટીમને પાછલી મેચમાં બેંગલોર વિરુદ્ધ સુપર ઓવરમાં હાર મળી હતી તો રાજસ્થાને પંજાબ વિરુદ્ધ 224 રનનો વિશાળ લક્ષ્ય હાસિલ કરી જીત મેળવી હતી. બંન્ને ટીમો રણનીતિમાં ફેરફાર કરીને ઉતરશે પરંતુ પ્લેઇંગ ઇલેવન યથાવત રહેવાની આશા છે.
મુંબઈની ઓપનિંગ ડિ કોક અને રોહિત શર્મા કરશે તો મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને હાર્દિક પંડ્યા હશે. બોલિંગમાં જસપ્રીત બુમરાહ, જેમ્સ પેટિન્સન અને ટ્રેન્ટ બોલ્ટની ત્રિપુટી હશે. તો સ્પિન વિભાગની જવાબદારી રાહુલ ચાહર અને ક્રુણાલ પંડ્યા સંભાળશે.
પંજાબની ટીમમાં ઓપનિંગ કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ કરશે. મિડલ ઓર્ડરમાં નિકોલસ પૂરન, કરૂણ નાયર અને ગ્લેન મેક્સવેલ હશે. ફાસ્ટ બોલિંગમાં જિમી નિશમ, મોહમ્મદ શમી અને શેલ્ડન કોટ્રેલ હશે. સ્પિનની જવાબદારી મુરૂગન અશ્વિન અને રવિ બિશ્નોઈના હાથમાં હશે.
IPL 2020, RRvsKKR: રાજસ્થાનનો વિજય રથ રોકાયો, કોલકત્તાનો 37 રને વિજય
મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, ક્વિન્ટન ડિ કોક, સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, ક્રુણાલ પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ પેટિન્સન, રાહુલ ચાહર અને જસપ્રીત બુમરાહ.
કિંગ્સ ઇલેવન પંજાબની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, જિમી નિશમ, શેલ્ડન કોર્ટ્રેલ, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, મુરૂગન અશ્વિન.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube