2 મહિનાની અંદર Sushmita Sen અને Lalit Modi ના સંબંધોમાં આવી તિરાડ? લીધો આ નિર્ણય
લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીની જાહેરાત બાદ જાણે હડકંપ મચી ગયો હતો.
Lalit Modi Remove Sushmita Sen DP : બોલીવુડ અભિનેત્રી સુષ્મિતા સેન અને આઇપીએલ ફાઉન્ડર લલિત મોદીના અફેરની પ્રેમ કહાણીની ખૂબ ચર્ચાઓ હજુ પણ અટકી નથી કે હવે વધુ એક ચોંકાવનારુ અપડેટ સામે આવ્યું છે. લલિત મોદીએ 15 જુલાઇના રોજ પોતાના ઓફિશિયલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત કરી હતી કે તે અને સુષ્મિતા એકબીજાને ડેટ કરી રહ્યા છે. લલિત મોદીની જાહેરાત બાદ જાણે હડકંપ મચી ગયો હતો. સુષ્મિતા સેનને સોશિયલ મીડિયા પર જોરદરા ટ્રોલ કરવામાં આવી હતી અને લલિત મોદીની પણ ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. પરંતુ હવે લાગે છે કે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચે બરોબર ચાલી રહ્યું નથી. અમે આમ કેમ કરી રહ્યા છીએ એ પણ તમને જણાવી દઇએ.
લલિત મોદીએ હટાવ્યું સુષ્મિતા સેન સાથે ડીપી
જોકે પોતાના રિલેશનશિપની જાહેરાત સાથે લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે ડીપી લગાવ્યું હતું. સાથે જ પોતાના બાયોમાં સુષ્મિતા માટે પ્રેમ વ્યક્ત કરતાં પોતાના પાર્ટનર વિથ ક્રાઇમ ગણાવ્યું હતું. પરંતુ હવે 2 મહિનાની અંદર જ લલિત મોદીએ પોતાના ઇંસ્ટાગ્રામ પરથી પોતાનું અને સુષ્મિતાનું ડીપી હટાવીને પોતાનો એકલાનો ફોટો લગાવી દીધો છે. જેના પર 'ઇન્ડીયન પ્રીમિયર લીગ ફાઉન્ડર'. એટલું જ નહી લલિત મોદીએ પોતાના બાયોથી સુષ્મિતા સેનનું નામ પણ હટાવી દીધું છે ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે અનબન ચાલી રહી છે. જોકે લલિત મોદીએ સુષ્મિતા સાથે જે ફોટો પોસ્ટ કર્યો હતો તેને હટાવી દેવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube