નવી દિલ્હીઃ યોર્કરમેન લસિથ મલિંગાએ ક્રિકેટની દુનિયામાં એ કામ બીજી વખત કર્યું છે, જે કોઈ ખેલાડી એક વખત પણ કરી શક્યો નથી. તેણે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી છે. શ્રીલંકાના લસિથ મલિંગાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તે 12 વર્ષ પહેલા ICC વર્લ્ડ કપમાં પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ પલ્લેકલમાં રમાઈ રહી હતી. શ્રીલંકાએ પ્રથણ બેટિંગ કરતાં 8 વિકેટે 125 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ માટે આ લક્ષ્ય એકદમ સરળ હતું, જે અગાઉની બંને ટી20 મેચ જીતીને સીરીઝ પોતાને નામ કરી ચૂકી છે. જોકે, લસિથ મલિંગાએ કંઈક એવી કમાલ કરી કે મહેમાન ટીમ ચકિત થઈ ગઈ. ન્યૂઝીલેન્ડે વગર વિકેટ ગુમાવે 15 રન બનાવ્યા હતા, તેનો સ્કોર જોત-જોતામાં જ 4 વિકેટે 15 રન થઈ ગયો હતો. 


Test Cricket : રાશિદ ખાન બન્યો સૌથી નાની વયનો કેપ્ટન, 15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો


લસિથ મલિંગાએ ન્યૂઝિલેન્ડને ત્રીજી ઓવરમાં સતત બે ઝટકા આપ્યા હતા. તેણે કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહામ અને પછી રોસ ટેલરને સતતત બોલ પર આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાની બીજી ઓવરના ત્રીજા બોલ પર મુનરોને બોલ્ડ કર્યો હતો. પછી હામિશ રધરફોર્ડને એલબીડબલ્યુ આઉટ કર્યો. પાંચમા બોલ પર ગ્રેન્ડહોમ તેનો શિકાર બન્યો. પછી ઓવરના છેલ્લા બોલે રોસ ટેલરને એલબીડબલ્યુ આઉટ કર્યો. 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...