ICC T20 World Cup 2021: Lasith Malinga ની Sri Lanka ની ટીમમાં થઈ શકે છે વાપસી
જાણીતા ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga) આગામી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે ફરી એકવાર શ્રીલંકાની (Sri Lanka) ટીમમાં વાપસી કરી શકે છે
નવી દિલ્હી: જાણીતા ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga) આગામી ટી-20 વર્લ્ડ કપ 2021 (ICC T20 World Cup 2021) માટે ફરી એકવાર શ્રીલંકાની (Sri Lanka) ટીમમાં વાપસી કરી શકે છે. નેશનલ સિલેક્શન સમિતિના (National Selection Committee) અધ્યક્ષ પ્રમોદયા વિક્રમસિંઘે (Pramodya Wickramasinghe) આ માહિતી આપી છે.
મલિંગા સાથે વાત કરશે સિલેક્ટર
પ્રમોદયા વિક્રમસિંઘેએ (Pramodya Wickramasinghe) મોર્નિંગ સ્પોર્ટ્સને કહ્યું, 'અમે ટૂંક સમયમાં લસિથ સાથે વાત કરીશું. ઓક્ટોબરમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ સહિતના ટી-20 પ્રવાસ માટેની તે અમારી યોજનામાં છે. અમે વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે લાંબા આયોજન પર કામ કરી રહ્યા છીએ. અમારું મુખ્ય ધ્યાન 2 મહત્વપૂર્ણ પાસાઓ પર છે, જે ઉંમર અને ફિટનેસ છે.
આ પણ વાંચો:- બાબર આઝમને મળ્યું શાનદાર પ્રદર્શનનું ઈનામ, મહિલાઓમાં હીલીએ મારી બાજી
IPL 2021 સામેલ ન હતો મલિંગા
વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા આઇપીએલ 2021 ની હરાજી પહેલા મલિંગાને રિલીઝ કર્યો હતો. તે આઈપીએલમાં 122 મેચમાં 170 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. 37 વર્ષીય મલિંગા 2008 થી મુંબઈની ટીમ સાથે સંકળાયેલો હતો. 2021 અને 2022 માં યોજાનારા 2 ટી20 વર્લ્ડ કપને જોતા શ્રીલંકાને મલિંગાના અનુભવની જરૂર રહેશે.
આ પણ વાંચો:- ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા વિરાટ કોહલીએ લીધી વેક્સિન, લોકોને કરી ખાસ અપીલ
'મલિંગા મહાન બોલર'
વિક્રમસિંઘેએ કહ્યું, 'લસિથ અમારા પ્લાનિંગમાં પણ છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે તે આપણા દેશના મહાન બોલરોમાંનો એક છે. તેનો રેકોર્ડ આ દર્શાવે છે. આ વર્ષે અને પછીના વર્ષે સતત 2 ટી-20 વર્લ્ડ કપ છે. જો આપણે તેને આગામી કેટલાક દિવસોમાં મળીશું, તો અમે તેની સાથે અમારી યોજનાઓની ચર્ચા કરીશું.
આ પણ વાંચો:- વિરાટ કોહલી અને રોહિતની ગેરહાજરીમાં જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ કરશે ટીમ ઈન્ડિયા
વાપસીને લઇને બેકરાર છે મલિંગા
લસિથ મલિંગા પસંદગીકારને મળીને ઉત્સાહિત છે. તેણે કહ્યું, 'હું ટેસ્ટ અને વનડેથી નિવૃત્ત થયો છું, પરંતુ ટી20 થી નહીં. મને એ જાણવા માટે પણ ઉત્સુક છે કે પસંદગી સમિતિ મારા જેવા વરિષ્ઠ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની સેવાઓ કેવી રીતે મેળવી શકે છે. મારી કારકિર્દીમાં, મેં ઘણા પ્રસંગો પર સાબિત કર્યું છે કે હું લાંબા વિરામ પછી પાછો આવી શકું છું અને મારા દેશ માટે સારું પ્રદર્શન કરી શકું છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube