નવી દિલ્લીઃ અત્યાર સુધી IPLના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી વધુ દબદબો જોવા મળ્યો છે. પરંતુ દિલ્લી ટાઈટલ જીતવાની ખૂબ જ પાસે આવી ગઈ હતી. આ વર્ષે 26 માર્ચથી શરૂ IPL 2022 થશે શરૂ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ત્રણ વર્ષથી દિલ્હી દરેક વખતે પ્લેઓફમાં પહોંચ્યું છે. તે 2020 IPL ની ફાઇનલમાં પહોંચી હતી. જો કે દિલ્હીની ટીમે હજુ સુધી આ ખિતાબ જીત્યો નથી. આ વખતે ટીમ પાસેથી ઘણી આશા ઓ વધી ગઈ છે.


દિલ્લી કેપિટલ્સે તેની ટીમ ને બનાવી છે મજબૂત. ટીમે રિષભ પંતને 16 કરોડ, અક્ષર પટેલને 9 કરોડ, પુથ્વી શો ને 7.5 કરોડમાં રિટેન કર્યા છે. સાથે જ એનરિચ નોર્ટજે ને 6.5 કરોડ રિટેન કર્યા..
 
દિલ્લીની ટીમ માં શાર્દુલ ઠાકુ રને 10.75 કરોડમાં ખરીદ્યો.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શને 6.5 કરોડમાં ખરીદ્યો. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નર ને 6.25 કરોડમાં ખરીદ્યો.  વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર બેટ્સમેન રેવમેન પોવેલ અને બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાન ને પણ ટીમમાં સામેલ કર્યો છે.  ભારતમાં ખલીલ અહેમદ અને ચેતન સાકરીયા પણ દિલ્લી તરફથી રમશે.. કુલદીપ યાદવ ટીમને સ્પિન વેરાયટી આપશે.


આ પણ વાંચોઃ KKR Team Review IPL 2022: કોલકત્તા નાઈટ રાઈડર્સની મજબૂતી, કમજોરી અને X-Factor


દિલ્લીની ટીમની તાકાત છે -બેટિંગ
દિલ્લીની બેટિંગ ઘણી મજબૂત છે. આવનારી સિઝનમાં તમામની નજર આના પર રહી શકે છે. ટીમ માં ઘણા આક્રમક બેટ્સમેન છે. ટીમ પાસે શરૂઆતથી જ સારા હિટર્સ છે. લાગે છે કે ટીમે આ મુદ્દાને સારી રીતે આવરી લીધો છે.


પૃથ્વી શો અને ડેવિડ વોર્નર ઓપનિંગ જોડી તરીકે જોવા મળશે. બંને શાનદાર આક્રમક બેટ્સમેન છે. ટીમ તેમની સાથે ઉતરતાની સાથે જ તેને ઘણા ફાયદા થશે. બંને બોલિંગ પર પ્રહાર કરી શકે છે. જમણા અને ડાબા હાથની જોડી રાખવાનો ફાયદો પણ મળશે. આ સાથે વોર્નરનો અનુભવ સેવના ઉત્સાહને સારી રીતે સંતુલિત કરી શકે છે.


દિલ્લીની ટીમના કેપ્ટન રિષભ પંતે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ બનાવી છે. તે એકલો જ કોઈ પણ બોલિંગ આક્રમણ ને પોતાના દમ પર ઉતારી શકે છે. ઓસ્ટ્રેલિયા ની T20 વર્લ્ડ કપ જીતમાં મિશેલ માર્શે મહત્વની ભૂમિકા ભજવી છે. તે એક અદ્ભુત બેટ્સમેન હોવાની સાથે બોલિંગનો વિકલ્પ પણ આપે છે.


દિલ્લીની ટીમની નબળાઈ - સ્પિનરોનો છે અભાવ
દિલ્લીની ટીમમાં આ વખતે સ્પિનરોનો છે અભાવ. દિલ્લી પાસે રવિચંદ્રન અશ્વિન અને અમિત મિશ્રા જેવા ક્વોલિટી સ્પિનરો હતા. પરતું આ વખતે હરાજી પહેલા ટીમે બંનેને બહાર કરી દીધા હતા. હવે દિલ્લી પાસે સ્પિન વિભાગમાં અનુભવનો અભાવ છે...  
 
ટીમમાં ડાબા હાથનો સ્પિનર અક્ષર પટેલ છે. દિલ્લી પાસે એવો  અક્ષર પટેલ દિલ્લી માટે સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. કુલદીપ યાદવને આ વખતે સામેલ કરવામાં આવ્યો છે .આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આ ચાઈનામેન બોલરને ઘણી તકો મળી ન હતી. તેનું ખરાબ ફોર્મ દિલ્લી માટે ચિંતાનો વિષય બની શકે છે.


આ પણ વાંચો- શું ફાફ ડુપ્લેસિસ આરસીબીનું સપનું કરશે પૂરુ? જાણો ટીમની તાકાત અને નબળાઈ
 
કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સિવાય દિલ્લી પાસે બહુ અનુભવી સ્પિનરો નથી. દિલ્લી  ની ટીમને ઘણું નુકસાન થઈ શકે છે. આ વખતે IPL મહારાષ્ટ્ર અને પુણેમાં રમાશે. ભારતીય પીચો સ્પિનરો માટે મદદરૂપ છે . ભારતીય પીચો સ્પિનરો માટે મદદરૂપ છે અને ગુણવત્તાયુક્ત સ્પિનરોની ગેરહાજરી દિલ્હીની ટીમ માટે બોજ બની શકે છે. વિકી ઓસ્તવાલ પાસેથી ટીમ ને આશા ઓ રાખી શકાય છે. પરંતુ તે જોવાનું પણ રસપ્રદ રહેશે કે તેને પ્લેઈંગ ઈલેવનમાં કેટલી તક મળે છે.
 
ટીમને ઓલરાઉન્ડરો પાસેથી છે આશા
T20 ક્રિકેટમાં સારા ઓલરાઉન્ડર નો ઘણો ઉપયોગ થઈ શકે છે. દિલ્લી એ આ બાબતે ખૂબ જ સારું કર્યું છે. IPL 2022ની હરાજીમાં દિલ્હી એ પોતાની ટીમ સાથે મિશેલ માર્શ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ અને લલિત યાદવને જોડ્યા છે.


માર્શ જોકે મુખ્યત્વે બેટ્સમેન છે પરંતુ તે  બોલિંગ પણ કરી શકે છે. આ સિવાય પોવેલ પણ ગતિમાં ફેરફાર સાથે ઉપયોગી બોલિંગ કરે છે. આ બંને કેપ્ટન માટે સારા વિકલ્પ બની શકે છે. અક્ષર પટેલ બેટ ડાઉન ધ ઓર્ડર તેમજ ડાબા હાથની સ્પિન બોલિંગમાં પણ ઉપયોગી રમત બતાવી શકે છે.


આ પણ વાંચોઃ આઈપીએલ માત્ર 10 ટીમો વચ્ચે નહીં... આ ત્રણ ખેલાડીઓમાં થશે ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જંગઃ શાસ્ત્રી


મુશ્કેલી- બેટિંગમાં કોની હશે મુખ્ય ભૂમિકા
દિલ્લીની ટીમ પાસે ઘણા આક્રમક બેટ્સમેનો છે. પરંતુ દિલ્લી ની બેટિંગ જ તેમની માટે બેધારી તલવાર બની શકે છે. ટીમમાં એવા બેટ્સમેનની કમી રહેશે કે જે ઈનિંગને સંભાળી શકે. આ અંગે ટીમ મેનેજમેન્ટને રણનીતિ બનાવવી પડશે. વિકેટો પડવા લાગે છે ત્યારે ટીમ પાસે એવો ખેલાડી હોવો જોઈએ જે ઈનિંગને સંભાળી શકે છે. અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ટીમ ના કેપ્ટન યશ ધૂલે પોતાની બેટિંગથી લોકોના દિલ જીતી લીધા છે.


દિલ્લી કેપિટલ્સની આખી ટીમ
કેપ્ટન રિષભ પંત, પૃથ્વી શો, એનરિક નોર્ત્જે, અક્ષર પટેલ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબ્બર, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, કે એસ ભરત, મનદીપ સિંહ, ખલીલ અહમદ, ચેતન સાકરીયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધૂલ, રોવમેન પોવેલ, પ્રવીણ દુબે, લુંગી એનગીડી, ટીમ સેફર્ડ, વિક્કી ઓસ્તવાલ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube