VIDEO : 6,6,6,6,6,6,6,6... દરેક બોલ બાઉન્ડ્રી બહાર, Yusuf Pathan એ તોડી નાખ્યા તમામ રેકોર્ડ
Yusuf Pathan, Legends League Cricket 2024 Final:યુસુફ પઠાણે નવો રેકોર્ડ બનાવી દીધો છે. કોણાર્ક સૂર્ય ઓડિશા માટે સધર્ન સુપર સ્ટાર્સ સામે છઠ્ઠા ક્રમે આવતા યુસુફ પઠાણે 223.68ના સ્ટ્રાઈક રેટથી 38 બોલમાં 85 રનની અણનમ વિસ્ફોટક અડધી સદી ફટકારી છે. મેચ દરમિયાન તેણે 8 ગગનચુંબી સિક્સર અને 6 શાનદાર ફોર ફટકારી હતી.
ગુજરાતી તો ગુજરાતી છે. એ જે પણ ફિલ્ડમાં હોય હંમેશાં ઝંડા ઘાડતો હોય છે. ઘણા વર્ષો પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટને છોડી દેનાર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ ભલે હવે રાજકારણમાં આવી ગયા હોય અને સાંસદ બની ગયા હોય, પરંતુ તેની વિસ્ફોટક બેટિંગમાં કોઈ કમી આવી નથી. પઠાણે ગઈકાલે રાત્રે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ફાઈનલમાં શાનદાર બેટિંગ કરી પોતાની ટીમને હારમાંથી બહાર કાઢી પણ ટીમને જીતાડી શક્યો ન હતો. શ્રીનગરમાં રમાયેલા કોણાર્ક સૂર્ય ઓડિશાના સ્ટાર યુસુફ પઠાણે સધર્ન સુપર સ્ટાર્સ સામેની ફાઇનલમાં માત્ર 38 બોલમાં 85 રન ફટકાર્યા હતા, પરંતુ તે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.
2 ઓવરમાં 52 રન, સિક્સરનો વરસાદ
શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઇનલમાં સધર્ન સુપર સ્ટાર્સ દ્વારા આપવામાં આવેલા 165 રનના ટાર્ગેટના જવાબમાં કોણાર્કની બેટિંગ લાઈન ભાંગી પડી હતી. ટીમે 14.1 ઓવરમાં 91 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી અને જ સ્કોર 17 ઓવર બાકી રહેતાં 8 વિકેટે 118 રન થઈ ગયો હતો. આ સમયે ટીમની આશા સંપૂર્ણપણે યુસુફ પઠાણ પર ટકેલી હતી અને 41 વર્ષીય બેટ્સમેને ટીમને નિરાશ કરી ન હતી. તેણે રીતસરની છગ્ગા વાળી ટીમને જીતની નજીક લાવી દીધી હતી.
આઠ છગ્ગા અને છ ચોગ્ગાની ઇનિંગ
યુસુફ જ્યારે 10મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમે ચાર વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેણે પોતાની વિસ્ફોટક અંદાજનો પરચો આપી દીધો હતો. 16મી ઓવરમાં યુસુફે સુબોધ ભાટીની ઓવરમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી કુલ 24 રન બનાવ્યા હતા. જેમાં સતત ચાર બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ટીમને છેલ્લી બે ઓવરમાં 35 રનની જરૂર હતી અને તે પછી યુસુફનું બેટ ગરજ્યું હતું. તેણે 19મી ઓવરમાં સ્પિનર પવન નેગીની ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી, જેમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત ત્રણ સિક્સર ફટકારી હતી. આ રીતે ઓવરમાં કુલ 28 રન થયા હતા. આ રીતે તેણે 2 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.
છેલ્લા બોલ પર આઉટ, સુપર ઓવરમાં દિલ તૂટી ગયું
હવે છેલ્લી ઓવરમાં માત્ર સાત રનની જરૂર હતી, પરંતુ ચતુરંગા ડી સિલ્વાએ મેચ બદલી દીધી હતી. છેલ્લા બોલ પર પઠાણ સ્ટ્રાઇક પર હતો, પરંતુ તે માત્ર એક રન લઈ શક્યો અને બીજો રન બનાવવાના પ્રયાસમાં રનઆઉટ થયો. આ રીતે મેચ ટાઈ થઈ ગઈ હતી. મેચ સુપર ઓવરમાં ગઈ અને અહીં પણ યુસુફે સિક્સર ફટકારી, જે મેચમાં તેની નવમો સિક્સ હતી, પરંતુ તે અહીં આઉટ થઈ ગયો અને સુપર ઓવરમાં તેની ટીમનો સ્કોર 13 રન થઈ ગયો. જવાબમાં, સધર્ન સુપર સ્ટાર્સ વતી માર્ટિન ગુપ્ટિલે ઓવરના પહેલા અને બીજા બોલ પર સતત સિક્સર ફટકારી અને પછી ટીમે પાંચમા બોલ પર મેચ જીતી લીધી અને પ્રથમ વખત ટાઇટલ જીત્યું.