ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્પેનિશ અખબાર એલ મુંડોએ દાવો કર્યો છે કે, લાયોનેલ મેસીના બાર્સેલોના કરારની એક નકલ એલ મુંડોએ મેળવી લીધી છે. એલ મુંડોના અહેવાલ મુજબ સ્પોર્ટસ્ જગતમાં આ સ્ટાર ખેલાડીઓનો સૌથી મોટો સોદો છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર્સમાંથી એક લાયોનલ મેસી પોતાના કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી FC બાર્સિલોના સાથે જાડાયેલા છે. મહત્વની વાત છે કે, લાયોનલ મેસીનું ક્લબ કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. અને જેના પગલે FC બાર્સિલોનાએ મેસી પોતાના ક્લબમાં રાખવા માટે સમયાંતરે તેમના પર મોટી રકમ પણ ખર્ચ કરી છે. એક સ્પેનિશ અખબાર એલ મુંડોના અહેવાલ અનુસાર મેસી અને બાર્સિલોના વચ્ચે લગભગ 50 અરબ રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


શું કહે છે EL MUNDOનો અહેવાલ?
અહેવાલમાં જણાવાયું છે કે, મેસીને બાર્સિલોનાની ચાર સીઝન રમવા માટે 555,237,619 (યુએસ ડોલર 673,919,105) એટલે ચાર વર્ષના 4,911 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. અખબારનું એવું પણ કહેવું છે કે, કોઈ પણ સ્પોર્ટસ્પર્સને અત્યાર સુધી આટલો મોટો કોન્ટ્રાક્ટ નથી કર્યો. નવેમ્બર 2017માં કરાર પર સંમતિ થઈ હતી અને આ વર્ષે 30 જૂને કોન્ટ્રાક્ટ સમાપ્ત થશે.


Budget 2021: જાણો આ વખતે બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું


દેવામાં ડૂબેલું છે બાર્સિલોના બોર્ડ
કોરોના વાયરસના કારણે FC બાર્સિલોનાને ખૂબ જ વધુ નુક્સાન થયું છે. અને તેવા સમયે મેસીના કોન્ટ્રાક્ટની માહિતી બહાર આવતા ફેન્સમાં આઘાત છે. ગત વર્ષે ઓક્ટોબરમાં અવિશ્વાસના પ્રસ્તાવ બાદ ક્લબના પ્રેસિડેન્ટ મારિયા બર્ડમેયુએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ક્લબ કાર્યકારી બોર્ડ દ્વારા ચલાવવામાં આવતું હતું. હવે નવા પ્રેસિડેન્ટની ચૂંટણી 7 માર્ચે યોજાશે.


Budget 2021: મિડલ ક્લાસની આશાઓ ભાંગી પડી, Tax Slab માં કોઇ ફેરફાર નહી


ચાલુ સિઝન શરૂ થાય તે પહેલા મેસી છોડવાનો હતો બાર્સિલોના
વર્તમાન સિઝન શરૂ થાય તે પહેલા મેસીએ ક્લબ છોડવાની ઈચ્છા જાહેર કરતા ફૂટબોલ જગતમાં ભૂકંપ આવી ગયો હતો. તે સમયે મેસીની માનચેસ્ટર સિટી સાથે ડિલ થવાની હોવાની ચર્ચાઓ જોર પકડ્યું હતુ અને મેસીએ પણ બાર્સિલોનાના મેડિકલ અને ટ્રેનિંગમાં ભાગ ન લઈને ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો. પરંતુ, ત્યારબાદ મેસીએ પોતાના નિર્ણયને બદલ્યું અને ર્બાસા માટે રમવાનું નક્કી કર્યું.


Budget 2021: Insurance ક્ષેત્ર માટે મોટી જાહેરાત, 74% FDI ને મળી મંજૂરી


એક ક્લબ માટે સૌથી વધુ ગોલ સ્કોરર છે મેસી
ગત વર્ષે ડિસેમ્બરમાં મેસીએ પોતાના રેકોર્ડમાં વધારો કર્યો હતો. મેસી 13 વર્ષની ઉંમરે બાર્સિલોના સાથે જોડાયો અને 17 વર્ષેની વયે મેસીએ પ્રોફેશનલ ડેબ્યુ કર્યું હતું. 16 વર્ષ બાદ મેસીએ એક ક્લબ માટે સૌથી સર્વાધિક 643 ગોલના પેલેના રેકોર્ડને તોડ્યો હતો. જ્યારે, મેસી સૌથી વધારે 6 વાર બૈલન ડે ઓર એવાર્ડ હાંસલ કર્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube