મારી સ્થિતિ ખરાબ છેઃ દાનિશ કનેરિયાએ પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાનને લખ્યો પત્ર
કનેરિયાએ પાકિસ્તાની વડાપ્રધાન અને ટીમના વિશ્વ વિજેતા કેપ્ટન રહેલા ઇમરાન ખાનને મદદ માટે વિનંતી કરી છે. કનેરિયાએ કહ્યું કે, તેની સ્થિતિ સારી નથી.
ઇસ્લામાબાદઃ પ્રતિબંધનો સામનો કરી રહેલા દાનિશ કનેરિયાએ (danish kaneria) ગુરૂવારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) અને ક્રિકેટ પ્રશાસકોને (PCB) મદદ માટે અપીલ કરતા કહ્યું કે, તેનું જીવન સારૂ ચાલી રહ્યું નથી.
ઈંગ્લિશ ક્લબ એસેક્સ તરફથી રમવા દરમિયાન કનેરિયા પર સ્પોટ-ફિક્સિંગનો આરોપ સિદ્ધ થયો હતો. તેણે કહ્યું કે, ઘણા સમયથી તેણે પાકિસ્તાન અને વિશ્વભરમાં ઘણા લોકોનો સંપર્ક કરીને પોતાની સમસ્યાઓનું સમાધાન કરવાની વિનંતી કરી પરંતુ કોઈ મદદ મળી નથી, પરંતુ પાકિસ્તાનના ઘણા અન્ય ક્રિકેટરોના મામલા ઉકેલવામાં આવ્યા છે.
કનેરિયાએ કહ્યું, 'મારી સ્થિતિ બહુ ખરાબ છે અને મેં પાકિસ્તાન તથા વિશ્વભરમાં ઘણા લોકોને મદદ માટે અપીલ કરી છે પરંતુ હજુ સુધી કોઈ મદદ મળી નથી. પરંતુ પાકિસ્તાનમાં ઘણા ક્રિકેટરોની સમસ્યાનો ઉકેલ આવ્યો છે. મેં એક ક્રિકેટર તરીકે પાકિસ્તાન માટે મારૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મને તેનો ગર્વ છે. મને લાગે છે કે આ સમયે પાકિસ્તાનના લોકો મારી મદદ કરશે.'
Melbourne Test: ટ્રેવિસ હેડની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા બનાવ્યા 467 રન, ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત
તેણે કહ્યું, 'મેં ઘણા મહાન પાકિસ્તાની અને વિશ્વભરના ક્રિકટરો જેમાં વડાપ્રધાન ઇમરાન ખાન પણ સામેલ છે. તેની પાસે મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે મદદ માગી છે.'
કનેરિયાએ પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરની પ્રશંસા કરી છે, જેણે કહ્યું હતું કે કનેરિયા સાથે ટીમમાં ધાર્મિક આધાર પર ભેદભાવ થતો હતો. કનેરિયાએ કહ્યું કે, શોએબે બહાદુરીભર્યું કામ કર્યું છે.
અખ્તરે એક વીડિયોમાં કહ્યું હતું કે, ટીમમાં કેટલાક ખેલાડી એવા હતા, જેણે કનેરિયા સાથે માત્ર તે માટે જમવાની ના પાડી હતી કારણ કે તે હિન્દુ છે.
Year Ender 2019: આ 4 ક્રિકેટરોનું બગડ્યું હતું આખુ વર્ષ, દર્દથી કણસતા રહ્યાં..
કનેરિયાએ કહ્યું, આજે મેં દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું ઈન્ટરવ્યૂ ટીવી પર જોયું છે. હું વ્યક્તિગત રૂપે અખ્તરનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું, જેણે વિશ્વને સત્ય કહ્યું છે. આ સાથે હું તે તમામ લોકોનો આભાર માનું છું જેણે એક ક્રિકેટરના રૂપમાં મારી મદદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube