Year Ender 2019: આ 4 ક્રિકેટરોનું બગડ્યું હતું આખુ વર્ષ, દર્દથી કણસતા રહ્યાં...

વર્ષ 2019માં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આજે આપણે 2019ના ક્રિકેટ (Year Ender 2019) પર નજર નાંખીએ. આ વર્ષમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો રહ્યો હતો. આ જ કારણ છે કે, જો આઈસીસી વર્લ્ડ કપને છોડી દઈએ તો ભારતે લગભગ દરેક સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન વધુ સારું રહ્યું હોત, જો દેશના પાંચ પ્રમુખ પ્લેયર ઈજા થવાથી તકલીફમાં ન આવ્યા હોત. આ વર્ષે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શિખર ધવન, ભુવનેશ્વર અને પૃથ્વી શોની ઈજાને નામ રહ્યાં. આ પ્લેયર વર્ષમાં મોટાભાગનો સમય ઈજાને કારણે ટીમની બહાર રહ્યાં. વર્ષનો અંત આવતા આવતા દીપક ચાહર (Deepak Chahar) પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ પણ વિન્ડીઝની સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતા. હવે તેઓ આગામી વર્ષે એપ્રિલમાં વાપસી કરશે. 
Year Ender 2019: આ 4 ક્રિકેટરોનું બગડ્યું હતું આખુ વર્ષ, દર્દથી કણસતા રહ્યાં...

નવી દિલ્હી :વર્ષ 2019માં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આજે આપણે 2019ના ક્રિકેટ (Year Ender 2019) પર નજર નાંખીએ. આ વર્ષમાં ભારતીય ક્રિકેટરોનો દબદબો રહ્યો હતો. આ જ કારણ છે કે, જો આઈસીસી વર્લ્ડ કપને છોડી દઈએ તો ભારતે લગભગ દરેક સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું. આ પ્રદર્શન વધુ સારું રહ્યું હોત, જો દેશના પાંચ પ્રમુખ પ્લેયર ઈજા થવાથી તકલીફમાં ન આવ્યા હોત. આ વર્ષે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શિખર ધવન, ભુવનેશ્વર અને પૃથ્વી શોની ઈજાને નામ રહ્યાં. આ પ્લેયર વર્ષમાં મોટાભાગનો સમય ઈજાને કારણે ટીમની બહાર રહ્યાં. વર્ષનો અંત આવતા આવતા દીપક ચાહર (Deepak Chahar) પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેઓ પણ વિન્ડીઝની સીરિઝ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતા. હવે તેઓ આગામી વર્ષે એપ્રિલમાં વાપસી કરશે. 

જસપ્રીત બુમરાહ 4 મહિનાથી બહાર
તેજ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)  અંદાજે ચાર મહિનાથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેમણે 2019માં ભારત માટે 19 મેચ રમ્યા હતા. એટલે કે, ભારતા 40 ટકાથી ઓછી મેચ રમ્યા છે. બુમરાહે વર્ષમાં 14 વનડે, 3 ટેસ્ટ અને બે ટી20 રમ્યા છે. તે દેશના નંબર 1 બોલર છે. જો તે આ સમયમાં ફીટ રહ્યા હોત તો ભારતનું પ્રદર્શન વધુ સારુ થઈ શક્યું હોત. બુમરાહે આ વર્ષની અંતિમ મેચ સપ્ટેમ્બરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમી હતી. તેઓ આગામી વર્ષે શ્રીલંકાની વિરુદ્ધ ટી20 સીરિઝથી મેદાનમા વાપસી કરશે. 

જામનગર : વહેલી સવારે ડ્રાઈવરને ઝોકુ આવી જતા ઈકો કારને અકસ્માત, 4ના મોત 

33 ટકા મેચ રમી શક્યો હાર્દિક
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આખુ વર્ષ પીઠ દર્દથી પરેશાન રહ્યો. આ કારણે તે બુમરાહ કરતા પણ ઓછી મેચ રમી શક્યો છે. તે 2019માં ભારત માટે 17 મેચ જ રમી શક્યો છે. એટલે કે, તે અંદાજે ભારતની 33 ટકા મેચ રમી શક્યો છે. પંડ્યા વર્ષમાં 12 વનડે અને 2 ટી20 મેચ રમી શક્યો. ટેસ્ટ મેચ તો એકપણ ન રમી શક્યો. હાર્દિકે બાદમાં ઈંગ્લેન્ડ જઈને પીઠની સર્જરી કરાવી હતી. હાર્દિકે આ વર્ષે અંતિમ મેચ સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. 

Super Tips :  બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ 

વર્લ્ડ કપમાં વચ્ચેથી જ બહાર થયો ધવન
ઓપનર શિખર ધવને (Shikhar Dhawan) જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને મુકાબલે આ વર્ષે વધુ મેચ રમી. તેમ છતા તેમની પાસે નિરાશ થવાના કારણો વધુ છે. તેનુ કારણ એ છે કે, ધવનને આ વર્ષે આઈસીસી વર્લ્ડકપમાં વચ્ચેથી જ નીકળી જવુ પડ્યુ. એ પણ ત્યારે, જ્યારે તેઓ સારા ફોર્મમાં હતા. ટેસ્ટ ટીમમાં જગ્યા ગુમાવી ચૂકેલ ધવને 2019માં કુલ 30 મેચ રમી શક્યો હતો. તેમાં 18 વનડે અને 12 ટી20 મેચ હતી. 

ભુવનેશ્વરે રમી 50 ટકા મેચ
તેજ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) સતત બીજા વર્ષે ઈજાને કારણે તકલીફમાં મૂકાયેલા દેખાયા. ગત વર્ષે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા મુલાકાતમાં અનેક મેચ રમી ન શક્યા. વર્ષ 2019માં તેઓ ભારત માટે 26 મેચ એટલે કે અંદાજે 50 ટકા મેચ રમી શક્યા હતા. ભુવીએ આ વર્ષે 19 વનડે અને 9 ટી20 મેચ રમી. આઈપીએલમાં પણ ઈજાને કારણે અનેક મેચ છોડવી પડી હતી. તેણે છેલ્લી મેચ 11 ડિસેમ્બરના રોજ રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news