નવી દિલ્હીઃ દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસી (Lionel Messi)નો કમાણીના મામલામાં જલવો જારી છે. તે સતત બીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર છે. ફોર્બ્સની જારી 2020ની લિસ્ટ  (Highest Paid Footballer 2020)મા તે મેસી 126 મિલિયન ડોલર (927.5 કરોડ રૂપિયા)ની સાથે ટોપ પર યથાવત છે. તેણે પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અને નેમાર (Neymar) સહિત સ્ટાર ફુટબોલરોને પાછળ છોડતા સતત બીજા વર્ષે આ સ્થાન પાક્કુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત બીજા વર્ષે નંબર વન મેસી
બાર્સિલોના ક્લબના કેપ્ટન લિયોનેલ મેસીએ 92 મિલિયન ડોલર (677 કરોડથી વધુ)ની કમાણી પગારથી કરી છે, જ્યારે 34 મિલિયન ડોલર (250 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટથી મળ્યા છે. તે 2019મા પણ સૌથી વધુ કમાણી કરનાર ફુટબોલર રહ્યો હતો. 


રોનાલ્ડો બીજા નંબર પર
મેસી બાદ બીજા નંબર પર યુવેન્ટ્સનો સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. આ ફુટબોલરે વર્ષ 2020મા 117 મિલિયન ડોલર (861 કરોડ રૂપિયાથી વધુ)ની કમાણી કરી છે. તેમાંથી 70 મિલિયન ડોલર (515.3 કરોડ રૂપિયા) પગાર છે, જ્યારે 47 મિલિયન ડોલર (345 કરોડ રૂપિયા) એન્ડોર્સમેન્ટ છે. 


IPL 2020: પ્રથમ ટાઇટલ પર કોહલીની નજર, જાણો RCBની તાકાત અને નબળાઈ  


ત્રીજા નંબર પર નેમાર
બ્રાઝિલનો નેમાર 96 મિલિયન ડોલર (706 કરોડ રૂપિયાથી વધુ) સાથે ત્રીજા નંબર પર છે. તેની 78 મિલિયન ડોલર (574 કરોડ રૂપિયાથી વધુ)ની કમાણી પગારની રહી, જ્યારે 18 મિલિયન ડોલર (132 કરોડ રૂપિયાથી વધુ) એન્ડોર્સમેન્ટથી મળ્યા. 


કિલિયન એમ્બાપ્પે ચોથા નંબર પર
ફીફા વર્લ્ડ કપ 2018મા જાદૂઈ પ્રદર્શન કરનાર કિલિયન એમ્બાપ્પે આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. ફ્રાન્સના આ ખેલાડીએ 42 મિલિયન ડોલર (309 કરોડથી વધુ)ની કમાણી કરી છે. તેમાંથી 28 મિલિયન ડોલર (206 કરોડથી વધુ) પગાર છે, જ્યારે 14 મિલિયન ડોલર (103 કરોડથી વધુ) એન્ડોર્સમેન્ટ છે. 


IPL 2020: આ છે ટૂર્નામેન્ટના સૌથી મોંઘા 15 ખેલાડીઓ, 7 ભારતીયો સામેલ


સલાહ સહિત આનો પણ જલવો
મિસ્ત્રના સ્ટ્રાઇકર મોહમ્મદ સલાહ 37 મિલિયન ડોલર (272 કરોડ રૂપિયાની સાથે) પાંચમાં સ્થાને છે. આ સિવાય ટોપ-10 લિસ્ટમાં ફ્રાન્સનો પોલ પોગ્બા છઠ્ઠા, બાર્સિલોનાનો એન્ટોઇનો ગ્રીજમેન સાતમાં, રિયલ મેડ્રિડનો ગારેથ બેલ આઠમાં, બાયર્ન મ્યૂનિખનો સ્ટ્રાઇકર રોબર્ટ લેવૈન્ડોસ્કી 9મા અને માન્ચેસ્ટર યૂનાઇટેડનો ડેવિડ ડિ ગિયા દસમો ફુટબોલર છે. 
 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર