IPL 2023,LSG vs PBKS Predicted XI: IPL 2023 માં, આજે સુપર શનિવાર હેઠળ બે મેચો રમાવાની છે. આજની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે જ્યારે આજની બીજી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. લખનૌ અને પંજાબ વચ્ચેની મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ પહેલા પોઈન્ટ ટેબલમાં બંને ટીમોની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો લખનૌની ટીમ વધુ સારી સ્થિતિમાં છે. લખનૌ 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ છઠ્ઠા સ્થાને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉ જીતની હેટ્રિક પૂરી કરશે?
IPL 2023માં પંજાબ કિંગ્સે જીત સાથે શરૂઆત કરી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં પંજાબને હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પંજાબ આ મેચ જીતીને વાપસી કરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, લખનૌ સુપર જાયન્ટ્સે તેની અગાઉની બંને મેચ જીતી છે. લખનઉએ અત્યાર સુધી રમાયેલી 4માંથી 3 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે લખનૌની નજર જીતની હેટ્રિક પૂરી કરવા પર હશે. આ સિઝનમાં બંને ટીમોની આ પાંચમી મેચ હશે.


આ પણ વાંચો:
1 જુલાઈથી શરુ થશે Amarnath Yatra 2023, 17 એપ્રિલથી ભક્તો માટે શરુ થશે રજિસ્ટ્રેશન
રાશિફળ 15 એપ્રિલ: ગ્રહોની શુભ સ્થિતિને કારણે થશે આર્થિક લાભ, મળી શકે છે ખુશખબર
SBI-ICICI-HDFC-PNB ગ્રાહકો માટે RBI ગવર્નરની જાહેરાત, ખાતાધારકો આનંદથી ઉછળી પડ્યા


શું ક્વિન્ટન ડી કોક આજે પરત ફરશે?
આજની મેચમાં જો આપણે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો ક્વિન્ટન ડી કોક આજે લખનૌ સુપર જાયન્ટ્સમાં વાપસી કરી શકે છે. ડિકોકે હજુ સુધી સિઝનની એક પણ મેચ રમી નથી. એવું માનવામાં આવે છે કે ક્વિન્ટન ડી કોક આજે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે. તેને કાયલ મેયર્સની જગ્યાએ ટીમમાં લાવવામાં આવી શકે છે. કાયલ મેયર્સ છેલ્લા બે મુકાબલામાં ફ્લોપ રહ્યો છે. જોકે તેણે પ્રથમ બે મેચમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. જો ડી કોક આજે રમશે તો તે કેએલ રાહુલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે.


પંજાબમાં લિવિંગસ્ટોનનું પુનરાગમન મુશ્કેલ
પંજાબની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો આઈએમ લિવિંગસ્ટોનની વાપસી આજે પણ મુશ્કેલ લાગે છે. શિખર ધવને ગુજરાત સામેની મેચ બાદ કહ્યું હતું કે તેને સાજા થવામાં 2-3 દિવસ લાગશે.


લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની સંભવિત પ્લેઈંગ 11


લખનૌ સુપર જાયન્ટ્સ: કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, દીપક હુડ્ડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા/આયુષ બદોની (ઈમ્પેક્ટ પ્લેયર), અવેશ ખાન, માર્ક વુડ, રવિ બિશ્નોઈ


દિલ્હી કેપિટલ્સ: પ્રભસિમરન સિંહ, શિખર ધવન, મેથ્યુ શોર્ટ, ભાનુકા રાજપક્ષે/રાહુલ ચહર (ઈમ્પેક્ટ પ્લેયર), જીતેશ શર્મા, સેમ કરણ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, ઋષિ ધવન અને અર્શદીપ સિંહ


આ પણ વાંચો:
રાજકારણમાં ગરમાવો! સુરત AAPમાં મોટું ભંગાણ, વધુ 6 કોર્પોરેટર ઝાડુ છોડી BJPમાં જોડાયા
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
11 હજાર કલાકારોએ બિહુ ડાન્સનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, પીએમ મોદી બન્યા સાક્ષી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube