બેંગલોરઃ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં 200 સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ધોનીએ આરસીબી વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ધોનીના નામે ટૂર્નામેન્ટમાં 184 મેચોમાં 203 છગ્ગા થઈ ગયા છે. ધોનીએ અણનમ 84 રનની ઈનિંગ દરમિયાન કેપ્ટન તરીકે 4000 રન પણ પૂરા કર્યાં હતા. તે આ આંકડા સુધી પહોંચનાર પ્રથમ કેપ્ટન છે. ધોનીએ 166 મેચોમાં આગેવાની કરી, જેમાં 4040 રન બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિસ ગેલ 300 સિક્સ ફટકારનાર એકમાત્ર બેટ્સમેન
ધોની સૌથી વધુ સિક્સ ફટકારનારની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિસ ગેલે 121 મેચમાં સૌથી વધુ 323 અને બેંગલુરૂના એબી ડિવિલિયર્સે 150 મેચોમાં 204 સિક્સ ફટકારી છે. 


બેંગલોર વિરુદ્ધ ધોની અમનમ રહ્યો હતો. રન ચેઝમાં આ તેની ચોથી ઈનિંગ છે, જેમાં અણનમ રહ્યાં છચાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત 2018માં પંજાબ વિરુદ્ધ તેણે 44 બોલ પર 79 રન બનાવ્યા હતા, પરંતુ ચેન્નઈને હાર માળી હતી. 


ધોની અંતિમ બોલ ચુકી જતા આશ્ચર્ય થયું: પાર્થિવ પટેલ


પ્રથમવાર 2013માં ધોની અણનમ રહ્યો છતાં ટીમ હારી હતી


રન    બોલ    વિરુદ્ધ    વર્ષ
63    45    મુંબઈ    2013
42    31    પંજાબ    2014
79    44    પંજાબ    2018
84    48    આરસીબી    2019


ધોનીએ અત્યાર સુધી 168 મુકાબલામાં આગેવાની કરી છે. તેમાં 101માં તેને જીત મળી છે. 65 મેચમાં પરાજય થયો અને એકનું પરિણામ આવ્યું નથી. તે આ ટૂર્નામેન્ટમાં 100 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન છે. ચેન્નઈના કેપ્ટનના રૂપમાં 154 મેચોમાં 96 જીતી ચુક્યો છે. તે 14 મેચમાં પુણે સુપરજાયન્ટસની આગેવાની પણ કરી ચુક્યો છે. 


IPL 2019 પ્લેઓફ: બેંગલુરૂ અંદર તો ચેન્નાઇ થઇ શકે બહાર...જાણો જટીલ ગણિત

બેંગલુરૂ વિરુદ્ધ ધોનીએ ઉમેશ યાદવની છેલ્લી ઓવરમાં 24 રન બનાવ્યા હતા. પરંતુ ટીમે એક રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેણે આ ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નઈનો આગામી મેચ 23 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ છે.