IPL 2019 પ્લેઓફ: બેંગલુરૂ અંદર તો ચેન્નાઇ થઇ શકે બહાર...જાણો જટીલ ગણિત

આઇપીએલ 2019માં પ્લેઓફ ગણિત હવે જટીલ બનતુ દેખાઇ રહ્યું છે. બેંગલુરૂ અને ચેન્નાઇ વચ્ચે રવિવારે રમાયેલી મેચમાં બેંગલુરૂએ બાજી મારી જીતના સમીકરણો બદલી નાંખ્યા છે. હવે કોઇ પણ ટીમ પ્લેઓફમાં આવી શકે છે અને કોઇ પણ ટીમ બહાર થઇ શકે છે. 

IPL 2019 પ્લેઓફ: બેંગલુરૂ અંદર તો ચેન્નાઇ થઇ શકે બહાર...જાણો જટીલ ગણિત

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માં પ્લેઓફમાં જવાનું ગણિત આ વખતે જેટલું જટીલ થયું છે એવું અગાઉ કયારેય થયું નથી. 12મી સિઝનમાં બેંગલુરૂ અને ચેન્નાઇ વચ્ચી રવિવારે રમાયેલ મેચમાં બેંગલુરૂની જીત બાદ સમીકરણો બદલાઇ ગયા છે. જ્યાં ચેન્નાઇની પ્લેઓફમાં પહોંચી ગયાની જાહેરાત કરાઇ રહી હતી અને બેંગલુરૂને બહારનો રસ્તો પણ બતાવી દેવાયો હતો ત્યાં બેંગલુરૂએ જીત મેળવી બાજી બદલી નાંખી છે. આ મેચ સાથે પ્લેઓફ ગણિત જટીલ બન્યું છે. જો સમીકરણો સરખા બેસે તો ચેન્નાઇ બહાર થઇ શકે છે અને બેંગલુરૂ અંદર આવી શકે છે. આવો જાણીએ...

અગાઉની મેચોને ભુલી હાલના પોઇન્ટ જોવામાં આવે તો ગત સપ્તાહની જેમ હજુ પ્લેઓફ માટે કશ્મકશ છે. એનો સ્પષ્ટ અર્થ થાય છે કે હજુ ટોપ ચાર ટીમ માટે દરેક ટીમ પાસે તક છે. બધી ટીમો (હૈદરાબાદ અને રાજસ્થાનને છોડીને) 10 મેચ રમી છે. હજુ ચાર મેચ બાકી છે જે જોતાં એમની પાસે હજુ તક છે. 10 મેચ બાદ કોઇ પણ ટીમે હજુ પોતાનું સ્થાન પાકું કરી શકી નથી.

શું બેંગલુરૂની પાસે છે કોઈ અવકાશ
પોઈન્ટ ટેબલને જોવામાં આવેતો બેંગલુરૂની પાસે છ પોઈન્ટ છે અને તેના ચાર મેચ બાકી છે. જો તે બાકીના તમામ મેચ જીતે તો તેના 14 પોઈન્ટ થઈ જશે તેવામાં તેણે માત્ર તે દુઆ કરવી પડશે કે તેની આગળ માત્ર ત્રણ ટીમો રહે. એટલે કે બેંગલોરે હવે માત્ર ચાર ટીમોને પોતા કરતા પાછળ કરવાની છે. આ ચાર ટીમોમાં રાજસ્થાનની ટીમ એક હોઈ શકે છે. કારણ કે, તેના પણ છ પોઈન્ટ છે. પરંતુ તેના પાંચ મેચ બાકી છે. ત્યારબાદ કોલકત્તાના પણ 10 મેચોમાં 8 પોઈન્ટ છે. 

કેમ શક્ય છે બેંગલોરનું સપનું
હવે બેંગલોરની તમામ રમત નેટ રન રેટ અને બીજી ટીમો પર નિર્ભર કરે છે. જો ટોપ ત્રણ ટીમોમાં ચેન્નઈ, મુંબઈ અને હૈદરાબાદ હોય તો તે શક્ય છે. તો બેંગલુરૂ માટે બાકી ટીમો સામે મુકાબલો સમાન હશે. બેંગલોરે 24 તારીખે પંજાબ સામે, 28ના દિલ્હી, 30ના રાજસ્થાન અને શનિવાર 4 મેએ હૈદરાબાદ સામે રમવાનું છે. આ મેચો સિવાય હવે તેણે દુઆ કરવી પડશે કે દિલ્હી અને પંજાબ પોતાના બાકી ચારમાંથી એક મેચ જીતી અને બાકીમાં પરાજયનો સામનો કરે. જો કોલકત્તા અને રાજસ્થાનના બે મેચ હારવાથી બેંગલોર પ્લેઓફની દોડમાં બની રહેશે. 

આમ થઈ શકે છે ધોનીની ટીમ બહાર
ચેન્નઈ જો પોતાના બાકીના તમામ મેચ હારી જાય તો, તેના માત્ર 14 પોઈન્ટ રહી જશે અને નેટ રનરેટ પણ ઘટી જશે. તેનાથી મુંબઈ દિલ્હી (જેના 12 પોઈન્ટ છે) અને હૈદરાબાદ અને પંજાબ (જેના 10 પોઈન્ટ છે) તક મળી જશે કે તે ચેન્નઈને બહાર કરી દે. જો આ ચારેય ટીમોના 14 પોઈન્ટ પણ થઈ જાય જે મુશ્કેલ નથી, તો તે મળીને પોતાની નેટ રનરેટથી ચેન્નઈને બહાર કરી શકે છે. પરંતુ આ કામ કરવું સરળ નથી. 

જાણો હાલ શું છે પોઈન્ટ ટેબલની સ્થિતિ

ટીમ પોઇન્ટ
ચેન્નાઇ 14
મુંબઇ 12
દિલ્હી કેપિટલ્સ 12
હૈદરાબાદ 10
પંજાબ 10
કોલકત્તા 8
રાજસ્થાન 6
બેંગલોર 6

મુશ્કેલ મેચ બાકી છે ચેન્નઈ માટે
ચેન્નઈએ હવે હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને પંજાબની સાથે રમવાનું છે. તેમાંથી પ્રથમ ત્રણ મેચ ચેન્નઈમાં રમાવાની છે. તો અંતિમ મેચ મોહાલીમાં રમાશે. પરંતુ ચેન્નઈ માટે આ રાહ આસાન નથી. તેણે પ્લેઓફમાં પ્રવેશ મેળવવા માટે એક જીતની જરૂર છે. હૈદરાબાદ સામે ચેન્નઈને મોટી ટક્કર મળી શકે તેમ છે. તો મુંબઈ પણ ચેન્નઈને તેના ઘરમાં આસાનીથી વિજય પ્રાપ્ત કરવા દેશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news