ધોનીએ પત્નીને પહેરાવ્યા સેન્ડલ, સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ
કેપ્ટન કૂલના નામથી જાણીતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક તસ્વીરમાં પોતાની પત્ની સાક્ષીને સેન્ડલ પહેરાવવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર કૂલ અંદાજમાં રહેવા માટે જાણીતા મહેન્દ્ર સિંહ ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. તેનો વ્યવહાર પણ ખૂબ સરળ છે. ક્રિકેટના મેદાન પર પણ તેના ચહેરા પર વધુ ગુસ્સો કે નારાજગી હોતી નથી. એકવાર ફરી તેણે એવું કામ કર્યું છે, તેના ફેન્સ ઘણા ખુશ થશે. કેપ્ટન કૂલના નામથી જાણીતા પૂર્વ કેપ્ટન ધોની એક તસ્વીરમાં સાક્ષીને સેન્ડલ પહેરાવવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે.
ધોનીને તે વાતની ચિંતા નથી કે, લોકો તેના વિશે છું વિચારશે. સાક્ષીએ ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટો પોસ્ટ કરતા લખ્યું, તમે સેન્ડલ માટે પૈસા આપ્યા છે તો તેને પહેરાવી પણ દો.
બ્રેડમેન બાદ વિરાટ કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં પૂરી કરી 25 ટેસ્ટ સદી