કોલંબો : શ્રીલંકા અને પાકિસ્તાનની આગામી  ક્રિકેટ સિરીઝ (Sri Lanka vs Pakistan) મામલે મોટા સમાચાર આવી રહ્યા છે. આ બંને ટીમો વચ્ચે 27 સપ્ટેમ્બરથી વન ડે અને ટી20 સિરીઝ પ્રસ્તાવિક છે. શ્રીલંકા (Sri Lanka)ની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાની છે અને આ સંજોગોમાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલાનો ભય છે. હવે શ્રીલંકાએ પણ કહી દીધુંછે કે તે આ પ્રવાસ પર જવા વિશે પુન:વિચાર કરી શકે છે. 


શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન જઈને સિરીઝ રમવાની હા પાડી હતી પણ હવે ટીમના ખેલાડીઓએ પાકિસ્તાન જવાની ના પાડી છે. આ ખેલાડીઓમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમના કેપ્ટન લસિથ મલિંગા અને એન્જેલો મેથ્યુઝ જેવા મોટા નામ સામેલ છે. જોકે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે હજુ આ મુલાકાત રદ્દ કરવાનો અથવા સ્થગિત કરવાનો નિર્ણય લીધો નથી. શ્રીલંકાના બોર્ડે જણાવ્યું કે શરૂઆતની ટીમમાં સામેલ ખેલાડીઓને 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ 6 મેચોની સીમિત ઓવરોની સિરીઝ માટે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી આપી હતી પણ 10 ખેલાડીઓએ હટવાનો નિર્ણય લીધો છે.


રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...