ઇક્વાડોર: દક્ષિણ અમેરિકા (South America) માં સ્થિત ઇક્વાડોર (Ecuador) દેશમાં એક ફૂટબોલ મેચ દરમિયાન પાસે બેઠેલી મહિલાને કિસ કરવાના ચક્કરમાં એક આદમી સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રોલ થઇ રહ્યો છે. જોકે રોજર ગોંજાલિઝ નામના એક રિપોર્ટરે આ વીડિયો ક્લિપ ટ્વિટર પર પોસ્ટ કરી અને મજાકિયા અંદાજમાં આ વીડિયોના કેપ્શનમાં લખ્યું, 'જ્યારે તમે તમારી પાસે બેઠેલી છોકરીને કિસ કરી રહ્યા હોવ તો તમને ખબર હોવી જોઇએ કે તમારા લગ્ન ખતમ થઇ ચૂક્યા છે કારણ કે તમે કેમેરા પર છે. આ વીડિયોને અત્યાર સુધી 2 કરોડ 75 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે અને 3 લાખ 43 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે ઇક્વાડોરમાં બર્સિલોના એસસી અને ડેલફિન વચ્ચે એક મેચ રમાઇ રહી હતી. તમને જણાવી દઇએ કે આ મેચનું લાઇવ પ્રસારણ થઇ રહ્યું હતું. ફૂટબોલ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો વચ્ચે એક મહિલા અને પુરૂષ પણ બેઠેલા હતા. ત્યારે પુરૂષ પોતાની પાસે બેઠેલી મહિલાને ધીમેથી કિસ કરવા લાગ્યા છે અને તમામ ઘટનાક્રમ ભૂલથી લાઇવ પ્રસારિત થઇ જાય છે. આ વ્યક્તિની ઓળખ દેયવી એંડ્રેડના રૂપમાં થઇ છે. એંડૃએડને ખબર પડે છે કે તેની કિસ કરવું કેમેરામાં રેકોર્ડ થઇ રહ્યું છે તો જલદી જ પોતાનો હાથ મહિલાના ખભા પરથી ઉઠાવીને તેને થોડો દૂર થઇ જાય છે અને શરમના કારણે નીચે જોવા લાગે છે. 


અત્રે ઉલ્લેખનીય છે રોજર દ્વારા પોસ્ટ કરવામાં આવી આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી. એક વ્યક્તિએ લખ્યું 'ભીડમાં તમે નોટીસ કરશો તો એક અને બીજા વ્યક્તિને કોમેન્ટમાં લખ્યું 'હું કાલે રાત્રે આ લાઇવ જોઇ રહ્યો હતો. તેને જે કરવું હતું તે તેણે કરી લીધું બધા લોકો તેનો મજાક બનાવી રહ્યા છે અને રમત વખતે કોમેન્ટેટર પણ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube