નવી દિલ્હી: ચાઇનીઝ દોરી (Chinese Manjha)ને પ્રતિબંધ કરવાના તમામ પ્રયત્નો છતાં પણ દોરી વડે અકસ્માત અટક્યા નથી. એટલા માટે 15 ઓગસ્ટના રોજ લોકોએ જોરદાર પતંગબાજી કરી. દોરી વડે ઇજા પહોંચતાં હોસ્પિટલોમાં ભીડ લાગી ગઇ. પતંગની દોરીના કારણે પૂર્વ ક્રિકેટર મનિંદર સિંહના પુત્ર અર્જુનની જીંદગી પણ દાવ પર લાગી ગઇ હતી. દોરી વડે ઇજા પહોંચતાં 24 વર્ષીય અર્જુન સાજો થઇને પરત ફર્યો, પરંતુ અકસ્માત તેમના અંતરઆત્મામાંથી ક્યારેય દૂર થશે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે સાયકલ પર જઇ રહેલા અર્જુનના ચહેરા પર લપેટાયેલી પતંગની દોરીએ તેનો હોઠ કાપી લીધો. એટલું લોહી વહી ગયું કે હેલમેટથી માંડીને જૂતા સુધી લોહી વહી ગયું. આ અકસ્માતમાં તેમની જીંદગી દાવ પર લાગી ગઇ. અર્જુન દરરોજ 50 થી 60 કિલોમીટર સાઇકલ ચલાવે છે. અકસ્માતથી બચવા માટે હંમેશા હેડ ગીયર એટલે કે સાઇકલના હેલમેટ અને કોણી અને ઘૂંટણ માટે પેડ્સનો ઉપયોગ પણ કરે છે, પરંતુ આ બધુ બેકાર સાબિત થયું અને 15 ઓગસ્ટની સાંજે દિલ્હી પતંગબાજી કરી રહ્યું હતું, એક દોરીના કારણે અર્જુનનો હોઠ કપાઇ ગયો. ઘાર એટલી તેજ હતી કે લોહી વહેવા લાગ્યું, અર્જુન બેભાન અવસ્થામાં જતો રહ્યો હતો, એક કાર ચાલકે તેને રોડ પર પડેલો જોયો પરંતુ ગાડી ખરાબ થવાના ડરથી તે તેને છોડીને જતો રહ્યો. 

કેન્સલ ચેકમાં છુપાયેલા હોય છે તમારા પાંચ મોટા રાજ, ભૂલથી પણ ન કરો આ કામ


પાછળ આવી રહેલી કારમાં એક યુવા દંપતિએ તેને કારમાં બેસાડ્યો. અર્જુનની સાઇકલ મોટી હતી, જેને એક બીજા કાર સવારની ડેકીમાં મુકવાની ભલામણ કરી અને સાઇકલ હોસ્પિટલમાં મુકી દીધી. પરંતુ તે વ્યક્તિ અર્જુનની સાઇકલ લઇને ગાયબ થઇ ગયો અને આજ સુધી કોઇ પતો લાગ્યો નથી. પરંતુ તે સમયે જીંદગી અને મોત સામે ઝઝૂમી રહેલા અર્જુનને બચાવવો મોટો પડકાર હતો. 

બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ


ગાજિયાબાદના વૈશાલીમાં બનેલા મેક્સ હોપ્સિટલમાં અર્જુનની સર્જરી થઇ. ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ અર્જુન ઘરે પરત ફર્યો. પરંતુ ઘા રૂઝાતા અને નોર્મલ થવામાં તેમને 6 મહિના લાગશે. ફક્ત એક હોસ્પિટલના ડોક્ટરોએ 15 ઓગસ્ટના દિવસે દોરી વડે ઘાયલ થનાર વધુ 5 લોકોના ઓપરેશન કર્યા હતા.


2017માં દિલ્હી સરકારે અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એટલે કે એનજીટીએ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે ભારતમાં સુરતના ધાગા વડે પતંગ ઉડાવવામાં આવતો હતો પરંતુ ચાઇનીઝ દોરીમાં કાચ, પ્લાસ્ટિક, નાઇલોન અને બીજી ધાતુઓને મિક્સ કરવામાં આવે છે જે કોઇનો પણ જીવ લઇ શકે છે. પરંતુ તમામ પાબંધીઓ છતાં આ દોરી દિલ્હી એનસીઆરમાં સરળતાથી મળી જાય છે. દિલ્હી પોલીસ દર વર્ષે દોરી વિરૂદ્ધ રેડ અભિયાન ચલાવવાનો દાવો તો કરે છે પરંતુ હોસ્પિટલમાં દર વર્ષે દોરી વડે જીવ ગુમાવનારા અને ઘાયલ થનારાઓ સિલસિલો યથાવત રહે છે આ બેન માત્ર કાગળ પર છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube