નવી દિલ્હીઃ ભારતીય શૂટર મનુ ભાકર, યશસ્વિની દેસવાલ અને શ્રીનિવેતાએ આઈએસએસએફ વિશ્વ કપ શૂટિંગના ત્રીજા દિવસે રવિવારે મહિલા 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. ભારતે ફાઇનલમાં પોલેન્ડને 16-8થી પરાજય આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજીતરફ એશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, દીપક કુમાર અને પંકજ કુમારની ભારતીય એર રાઇફલ પુરૂષ ટીમે સિલ્વર મેડલ જીત્યો. ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે મુકાબલામાં 14 પોઈન્ટ બનાવ્યા અને તે લુકાસ કોજેનીસ્કી, વિલિયમ સૈનર અને ટિમોથી શેરીની અમેરિકી ટીમ બાદ બીજા સ્થાને રહી હતી. અમેરિકી ટીમે 16 પોઈન્ટ બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ બે બેટ્સમેનોએ મળીને બનાવ્યાં 1500થી વધારે રન, છતાં ન મળ્યું ટીમ ઈન્ડિયામાં સ્થાન


ભારતીય ટીમ 623.4 પોઈન્ટ લઈને બીજા સ્થાને રહેતા ગોલ્ડ મેડલના રાઉન્ડમાં પહોંચી હતી. આ ક્વોલીફાઇંગ રાઉન્ડમાં પણ અમેરિકા 625.2 પોઈન્ટ લઈને ટોપ પર રહ્યું હતું. દક્ષિણ કોરિયાની ટીમે ઈરાનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


આ પૂર્વ પહેલા ક્વોલીફિકેશનમાં ભારતીય ટીમે 1885.9 પોઈન્ટ લઈને પ્રથમ સ્થાન હાસિલ કર્યુ હતું. અમેરિકા 1880.8 પોઈન્ટ સાથે બીજા અને દક્ષિણ કોરિયા 1880.3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. 


આ પણ વાંચોઃ મેચમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ જોતા વિરાટે તાબડતોબ લીધો હતો એક નિર્ણય, જે બન્યો 'ગેમચેન્જર'


મહિલાઓની એર રાઇફલ સ્પર્ધામાં નિશા કંવર, શ્રીયંકા શદાંગી અને અપૂર્વી ચંદેલાની ભારતીય ટીમે ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો હતો. તેણે 623.7 પોઈન્ટ બનાવ્યા જ્યારે પોલેન્ડે 624.1 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.


અમેરિકાએ મહિલાઓના વર્ગમાં 627.3 પોઈન્ટ બનાવી ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે ડેનમાર્કે 625.9 પોઈન્ટ બનાવ્યા અને તેણે સિલ્વર મેડલ કબજે કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube