નવી દિલ્હીઃ ભારતના સ્ટાર શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ 10 મીટર એર પિસ્તોલની મિક્સ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને શૂટિંગ વિશ્વ કપમાં ભારતના અભિયાનને શાનદાર અંજામ સુધી પહોંચાડ્યું છે. આ ઈવેન્ટમાં ભારતની યશસ્વિની દેસવાલ અને અભિષેક વર્માની જોડીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આ રીતે ટૂર્નામેન્ટના અંતિમ દિવસે ભારતે તેની જબરદસ્ત છાપ છોડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા ટૂર્નામેન્ટના અંતિમ દિવસે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં વિશ્વની નંબર એક મહિલા શૂટર અપૂર્વી ચંદેલા અને તેના જોડીદાર દીપક કુમારે ભારતને ચોથો ગોલ્ડ અપાવ્યો હતો. જોડીએ મિક્સ્ડ એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો હતો. અંજુમ મુદગિલ અને દિવ્યાંશ સિંહ પંવારે હંગરીના ઇસ્તર મેસજારોસ અને પીટર સિદીની જોડીને 16-10થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી


ભારત શૂટિંગ વિશ્વ કપમાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝની સાથે ટોપ પર રહ્યું હતું. આ રીતે ભારત જૂનિયર વિશ્વ કપ સહિત આ વર્ષે ચારેય ISSF (ઈન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ) રાઇફલ/પિસ્તોલ વિશ્વ કપ સ્ટેજમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતા ટોપ પર રહ્યું હતું. ભારતે આ વર્ષે આઈએસએસએફ વિશ્વ કપની ચાર સિઝનમાં 22 મેડલ જીત્યા છે જેમાં 16 ગોલ્ડ સામેલ છે. આ પહેલા ભારતે કુલ 19 ગોલ્ડ જીત્યા હતા, જેમાંથી 11 રાઇફલમાં હતા.