ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી

સ્ટાર પહેલવાન ગીતા ફોગાટે સોમવારે એક ફોટો શેર કરીને લખ્યું કે, તે જલ્દી જ મા બનવાની છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ ખુશખબરી આપી છે. પોતાની ફોટો સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.
ટોચની સ્પોર્ટસ સેલિબ્રિટીએ ઈન્સ્ટાગ્રામ પર મા બનવાની જાહેરાત કરી

નવી દિલ્હી :સ્ટાર પહેલવાન ગીતા ફોગાટે સોમવારે એક ફોટો શેર કરીને લખ્યું કે, તે જલ્દી જ મા બનવાની છે. કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને આ ખુશખબરી આપી છે. પોતાની ફોટો સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

Photos : અંબાણીની ગણેશ પૂજામાં માત્ર એક બોલિવુડ કપલ પર બધાની નજર ટકી રહી

ગીતાએ પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતા ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું કે, એક મા બનવાની ખુશી ત્યારે શરુ થાય છે, જ્યારે નવી જિંદગી અંદરથી હલચલ કરવાની શરૂ કરે છે, જ્યારે પહેલીવાર તેના દિલની ધડકન સાંભળવા મળે છે. તેની પહેલી ચંચળ કીક યાદ અપાવે છે કે, માસુમ ક્યારેય એકલુ નથી હોતું. તમે જિંદગીને ત્યાર સુધી સમજી શક્તા નથી જ્યારે તે તમારી અંદર જીવતી નથી.

A post shared by Geeta Phogat❤️Pawan Saroha 👫 (@geetaphogat) on

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના નાંગલ ઠાકરાન વિસ્તારમાં રહેતા પહેલવાન પવન કુમાર સરોહા સાથે રેસલર ગીતા ફોગાટના લગ્ન 2016માં થયા હતા. પવન કુમાર પણ ઈન્ટરનેશનલ સ્તરના રેન્કર છે. તેઓ 2011ના કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં 86 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે. 

2016માં આવેલી આમિર ખાનની ફિલ્મ દંગલ ફોગાટ પરિવાર પર આધારિત હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહીટ થઈ હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ફિલ્મે ઈન્ડિયન બોક્સ ઓફિસ પર કુલ 374 કરોડની કમાણી કરી હતી. જો વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો આ ફિલ્મ અત્યાર સુધી 1700 કરોડથી પણ વધુનો બિઝનેસ કરી ચૂકી છે.

ફિલ્મ દંગલ માત્ર ભારતમાં જ નહિ, વિદેશોમાં પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આમિર ખાને મહાવીર ફોગાટનું પાત્ર ભજવ્યું હતું, જે ગીતા ફોગાટના પિતા છે. મહાવીર ફોગાટને ચાર દીકરીઓ છે. જેમાં ગીતા સૌથી મોટી છે. મહાવીર ફોગાટે જ પોતાની દીકરીઓને પહેલવાની શીખવાડી હતી અને ગીતા-બબીતા ઈન્ટરનેશનલ સ્તરના કુશ્તી ચેમ્પિયન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news