સિડનીઃ ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે શુક્રવારે કહ્યું કે, શાનદાર ફુટવર્ક ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશાનેને વિશેષ બેટ્સમેન બનાવે છે જેને જોઈને મારી રમતની યાદ આવે છે. મેલબોર્નમાં બુશફાયર ચેરિટી મેચ માટે કોચ તરીકે અહીં પહોંચેલા તેંડુલકરને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યા ખેલાડીને રમવાની રીત તેનાથી સૌથી નજીક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેંડુલકરે કહ્યું, 'હું ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ જોઈ રહ્યો હતો. જ્યારે સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત થયો તો મેં બીજી ઈનિંગમાં લાબુશાનેની બેટિંગ જોઈ.' તેમણે કહ્યું, 'લાબુશાનેને જોફ્રા આર્ચરના બોલ પર ઈજા થઈ પરંતુ ત્યારબાદ 15 મિનિટ સુધી તેણે જે રીતે બેટિંગ કરી. મેં કહ્યું, આ ખેલાડી ખાસ છે.'


તેમણે કહ્યું, 'આ ખેલાડીમાં કંઇક વિશેષ વાત છે. તેનું ફુટવર્ક ખરેખર યોગ્ય છે. ફુટવર્ક શારીરિત રીતે નહીં, માનસિક રીતે હોય છે. જો તમે સકારાત્મક વિચારશો નહીં તો તમારા પગ ચાલશે નહીં.'


25 વર્ષીય આ બેટ્સમેન પાછલા વર્ષે 1104 રન બનાવીને ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો હતો. તેને સ્ટીવ સ્મિથના ઈજાગ્રસ્ત થયા બાદ કનક્શન વિકલ્પ (ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ) તરીકે તક મળી હતી. ત્યારબાદ તેણે પોતાની દમદાર રમતથી જગ્યા પાક્કી કરી લીધી હતી. એશિઝમાં તેણે 50.42ની એવરેજથી 353 રન બનાવ્યા હતા. તેંડુલકરે કહ્યું કે, શાનદાર ફુટવર્ક તે દર્શાવે છે કે લાબુશાને માનસિક રીતે મજબૂત ખેલાડી છે. 


U19 વર્લ્ડ કપઃ પાકિસ્તાનથી ઓસ્ટ્રેલિયા સુધી, આવી રહી છે ભારતની સફર 


સચિને આ તક પર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે તુલના કરવાનો ઇનકાર કરી દીધો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર આ પૂર્વ બેટ્સમેને કહ્યું, 'હું તુલનામાં વિશ્વાસ રાખતો નથી. લોકોએ મારી તુલના પણ ઘણા ખેલાડીઓ સાથે કરી પરંતુ મેં હંમેશા કહ્યું કે, મને એકલો છોડી દો.' તેમણે કહ્યું, 'તુલના પર ન જાવ, આપણે તે બંન્ને બેટ્સમેનોની રમતનો આનંદ માણવો જોઈએ. તે ક્રિકેટની દુનિયાનું મનોરંજન કરી રહ્યાં છે અને તેને જોવા શાનદાર છે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર