મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ
મયંક અગ્રવાલે ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ તેણે બેવડી સદી ફટકારી હતી, જે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી હતી.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે પોતાના ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી દીધી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં મયંક અગ્રવાલે બેવડી સદી ફટકારી છે. મયંકની બેવડી સદીની મદદથી ભારતને બાંગ્લાદેશ સામે મોટી લીડ મળી ગઈ છે. ટેસ્ટ મેચમાં મયંકે વધુ એક શાનદાર ઈનિંગ રમી છે.
ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલે રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતીય ટીમને પહેલા ચેતેશ્વર પૂજારા અને પછી અંજ્કિય રહાણેની સાથે સંભાળી હતી. બંન્નેની સાથે લાંબી-લાંબી ભાગીદારી કરી અને તેણે એક છેડો સાચવી રાખી બેવડી સદી પૂરી કરી હતી. મયંકે બાંગ્લાદેશ વિરુદ્ધ 303 બોલ પર 25 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની બેવડી સદી પૂરી કરી હ્તી.
સૌથી ઓછી ટેસ્ટ ઈનિંગમાં બે બેવડી સદી ફટકારવાના મામલામાં મયંક અગ્રવાલે સર ડોન બ્રેડમેનને પાછળ છોડી દીધા છે. સર ડોન બ્રેડમેને 13 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી, જ્યારે મયંક અગ્રવાલે 12 ઈનિંગમાં આ કમાલ કર્યો છે. પરંતુ વિશ્વ રેકોર્ડ હજુ પણ વિનોદ કાંબલીના નામે છે, જેણે 5 ઈનિંગમાં બે બેવડી સદી ફટકારી હતી.
સૌથી ઓછી ઈનિંગમાં બે બેવડી સદી
5 ઈનિંગ- વિનોદ કાંબલી
12 ઈનિંગ- મયંક અગ્રવાલ
13 ઈનિંગ- ડોન બ્રેડમેન
ફટકારી કરિયરની બીજી બેવડી સદી
મયંક અગ્રવાલે ટેસ્ટ કરિયરની બીજી બેવડી સદી ફટકારી હતી. આ પહેલા આફ્રિકા વિરુદ્ધ તેણે બેવડી સદી ફટકારી હતી, જે તેના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી હતી.
પૃથ્વી શો પ્રતિબંધ બાદ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કરશે વાપસી, મુંબઈની ટીમમાં મળ્યું સ્થાન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું હતું પર્દાપણ
મયંકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલા વર્ષે ડિસેમ્બરમાં પર્દાપણ કર્યું હતું. તેણે 26 ડિસેમ્બર 2018ના રમાયેલા પોતાના પર્દાપણ ટેસ્ટમાં 76 અને 42 રનની ઈનિંગ રમી હતી. તેણે પહેલી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં ભારતનો 137 રને વિજય થયો હતો.
આફ્રિકા વિરુદ્ધ ફટકારી હતી બેવડી સદી
મયંક અગ્રવાલે પાછલા મહિને (ઓક્ટોબર 2019) વિશાખાપટ્ટનમમાં આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 215 રનની ઈનિંગ રમી હતી. આ તેના કરિયરની પ્રથમ બેવડી અને બીજી સદી હતી. તેણે તે મેચમાં 371 બોલનો સામનો કર્યો જેમાં 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2 ઓક્ટોબરે રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમનો 203 રને વિજય થયો હતો, જેમાં રોહિત શર્માએ 176 અને 127 રનની ઈનિંગ રમી હતી.
15 નવેમ્બરઃ 30 વર્ષ પહેલા સચિને પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું ટેસ્ટમાં પર્દાપણ
હજુ સુધી નથી રમ્યો ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડે
મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં હજુ સુધી તક મળી છે. તે કરિયરમાં એક પણ વનડે મેચ રમ્યો હતો. તેણે આ પહેલા 57 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં 10 સદી અને 25 અડધી સદીની મદદથી કુલ 4507 રન બનાવ્યા, જેમાં એક ત્રેવડી સદી પણ સામેલ છે. તે 134 ટી20 મેચ પણ રમી ચુક્યો છે, જેમાં તેના નામે 1 સદી અને 18 અડધી સદીની સાથે કુલ 2939 રન નોંધાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube