IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ તેને બે સપ્તાહ થયા છે, પરંતુ આટલા સમયમાં ઘણા નવા પ્રતિભાશાળી ખેલાડી ઉભરીને સામે આવ્યા છે. કોઈ સિક્સનો વરસાદ કરી રહ્યું છે તો કોઈ પોતાની ધારદાર બોલિંગથી બેટરોના મનમાં ડર ઉભો કરી ચુક્યા છે. હજુ આઈપીએલમાં 20 મેચ પણ થઈ નથી પરંતુ ભારતને મયંક યાદવ અને અંગકૃષ રઘુવંશીના રૂપમાં 2 ટેલેન્ટથી ભરેલા ફ્યુચર સ્ટાર મળી ગયા છે. આ સીઝનમાં રિયાન પરાગથી લઈને અભિષેક શર્મા સહિત ઘણા ભારતીય ખેલાડી સારૂ રમી રહ્યાં છે, પરંતુ સૌથી વધુ ચર્ચા મયંક યાદવ અને અંગકૃષ રઘુવંશીને થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મયંક યાદવે બોલિંગમાં મચાવી ધૂમ
મયંક યાદવને લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2023માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ તેને આઈપીએલ-2024માં પર્દાપણ કરવાની તક મળી છે. તેણે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમી, જેમાં તેણે 4 ઓવરમાં માત્ર 27 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ મેચમાં તેણે 155.8ની કલાકથી બોલ ફેંકી બધાને ચકિત કરી દીધા હતા.


આ પણ વાંચોઃ IPL 2024: ક્રિકેટ વિશ્વના 5 સ્ટાર પોતાની ટીમ માટે બન્યા 'પનોતી', શરૂઆતી મેચોમાં ફેલ


ત્યારબાદ આરસીબી વિરુદ્ધ મેચમાં તેણે 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તેની બોલિંગની સામે અત્યાર સુધી જોની બેયરસ્ટો, ગ્લેન મેક્સવેલ અને કેમરૂન ગ્રીન જેવા આંતરરાષ્ટ્રીય બેટરો ધરાશાયી થઈ ગયા છે. તેણે આરસીબી સામે પણ ત્રણ વિકેટ લીધી હતી. આઈપીએલ-2024માં અત્યાર સુધી મયંક યાગવે 2 મેચમાં 6 વિકેટ લીધી છે અને તે પર્પલ કેપની રેસમાં સામેલ થઈ ગયો છે.


અંગકૃષ રઘુવંશીનો દમદાર શો
અન્ડર-19 ક્રિકેટ વિશ્વકપ 2022માં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર અંગકૃષ રઘુવંશીને આઈપીએલ 2024ના ઓક્શનમાં કોલકત્તાએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેને 3 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ બેટિંગ કરવાની તક મળી હતી. રઘુવંશીએ તે મેચમાં માત્ર 27 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. આ મેચમાં તેણે સુનીલ નરેન સાથે 104 રનની ભાગીદારી કરી પોતાના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો હતો.