શું ખતમ થશે વનડે સિરીઝ? MCC એ આપી મહત્વની સલાહ, 2027ના વર્લ્ડકપ બાદ થઈ શકે છે લાગૂ
Future of ODI Cricket: મેરિલબોન ક્રિકેટ ક્લબે (MCC)ટેસ્ટ ક્રિકેટ અને મહિલા ક્રિકેટને બચાવવા માટે વધારાના ભંડોળની માંગ પર ભાર આપ્યો છે. આ સાથે 2027ના વિશ્વકપ બાદ વનડે ક્રિકેટની મેચો ઘટાડવાનું સૂચન કર્યું છે.
લંડનઃ Future of ODI Cricket: મેરિલબોન ક્રિકેટ ક્લબ (MCC)એ ટેસ્ટ ક્રિકેટ અને મહિલા ક્રિકેટને બચાવવા માટે વધારાના નાણાની માંગ પર ભાર આપ્યો છે. સાથે 2027ના વિશ્વકપ બાદ વનડે ક્રિકેટ ઘટાડવાની સલાહ આપી છે. લોર્ડ્સમાં હાલમાં સમાપ્ત થયેલી બેઠકમાં એમસીસીની 13 સભ્યોની વિશ્વ ક્રિકેટ સમિતિએ દરેક વિશ્વકપ પહેલાના એક વર્ષ પહેલા સિવાય દ્વિપક્ષીય વનડે ખતમ કરવાનું સૂચન કર્યું છે. સમિતિએ વ્યસ્ત કાર્યક્રમને જોતા આ સલાહ આપી છે.
એમસીસીએ પોતાની વેબસાઇટ પર લખ્યું, 'સમિતિએ આઈસીસી વિશ્વકપ સિવાય પુરૂષોના એક દિવસીય ક્રિકેટની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા, તેણે સૂચન કર્યું કે 2027 પુરૂષ વનડે વિશ્વકપ બાદ તેમાં ઘટાડો કરવામાં આવે.' તેમાં કહેવામાં આવ્યું- સૂચન છે કે વનડેની સંખ્યામાં ઘટાડો કરવાથી ગુણવત્તા વધશે, વિશ્વકપના એક વર્ષ પહેલા દ્વિપક્ષીય વનડે રમાવી જોઈએ, તેનાથી વૈશ્વિક ક્રિકેટ કેલેન્ડરમાં પણ રાહત મળશે.
આ પણ વાંચોઃ VIDEO: ચિત્તા જેવી ચપળતા અને શિયાળથી પણ ચાલક...ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ મચાવી ધમાલ
એમસીસી સમિતિએ 5 વનડે ક્રિકેટનું મહત્વ અને જીવંત બનાવી રાખવા માટે વધારાના નાણા આપવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. સમિતિ સતત સાંભળી રહી છે કે ધણા દેશોમાં ધનના અભાવમાં પુરૂષોના ટેસ્ટ ક્રિકેટની યજમાની કરવી સંભવ નથી. તે માટે ટેસ્ટ ક્રિકેટને વધારાના ભંડોળની જરૂરીયાત છે.
આ સાથે સમિતિએ મહિલા ક્રિકેટને મજબૂત બનાવવા માટે પણ એક્સ્ટ્રા ભંડોળ આપવાનું સૂચન કર્યું છે. ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિમાં ભારતના સૌરવ ગાંગુલી અને ઝુલન ગોસ્વામી છે. તેમણે 2027 બાદ પુરૂષ ક્રિકેટના ફ્યુચર ટૂર પ્રોગ્રામમાં સંતુલન બનાવવાની પણ માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube