નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની ફટાફટ ક્રિકેટની સૌથી મોટી લીગ માનવામાં આવે છે. કારણ કે આઈપીએલમાં દરેક મુકાબલો ખુબ ખાસ અને રોમાંચક હોય છે. જેમાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે. આવો એક રેકોર્ડ છે રનના અંતરથી સૌથી મોટી જીત મેળવવાનો. આ રેકોર્ડ બનાવવામાં આઈપીએલની ત્રણ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, આરસીબી અને કોલકત્તા નાઇટ રાઇડર્સ સૌથી આગળ છે. તેવામાં આવો જાણીએ આ ત્રણ ટીમોના આંકડા વિશે ક્યારે અને કેટલા રનથી આ ટીમોએ આઈપીએલમાં રન પ્રમાણે સૌથી મોટી જીત હાસિલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મુંબઈ ઈન્ડિયન્સની 146 રનથી જીત
વર્ષ 2017મા 4 વખતની આઈપીએલ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે આ લીગમાં રન પ્રમાણે સૌથી મોટી જીતનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આઈપીએલ-11 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 146 રનથી પરાજય આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 213 રનના લક્ષ્યના જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને પોતાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવ્યો હતો. 


IPL: ચેન્નઈનો બીજો ખેલાડી કોરોનાની ઝપેટમાં, નિયમોના પાલનને લઈને CSKની ગંભીર બેદરકારી


2- રોયલ ચેલેન્જર્સ બેંગલોરની 144 રનથી જીત
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની ટીમ આરસીબી ભલે ટાઇટલ જીતવામાં સફળ ન રહી હોય પરંતુ આ ટીમના નામે આઈપીએલમાં રનના અંતરથી બીજી સૌથી મોટી જીત નોંધાયેલી છે. વર્ષ 2016મા બેંગલોર અને ગુજરાત લાયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 248 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. બીજીતરફ ગુજરાતની ટીમ માત્ર 104 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. આ રીતે આરસીબીએ 144 રને વિજય મેળવ્યો હતો. 


3. કોલકત્તા નાઇટ રાઇડર્સની 140 રનથી જીત
આઈપીએલના યુગની શરૂઆત વર્ષ 2008ના તે ધમાકેદાર મેચથઈ થઈ, જ્યારે કેકેઆર અને આરસીબીની ટીમ આમને-સામને હતી. આ મેચ પોતાના રેકોર્ડ માટે હંમેશા યાદ કરવામાં આવે છે. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા જેની શરૂઆત કેકેઆરના વિસ્ફોટક ઓપનર બ્રેન્ડન મેક્કુલમે તોફાની બેટિંગ કરતા પહેલી મેચમાં આઈપીએલની સદી ફટકારી દીધી હતી. 


IPL ઈતિહાસમાં આ 2 બેટ્સમેનોએ સૌથી વધુ વખત જીતી છે ઓરેન્જ કેપ  


મેક્કુલમે 73 બોલમાં અણનમ 158 રન બનાવીને આઈપીએલની સૌથી મોટી ઈનિંગ રમી હતી. જેની મદદથી કેકેઆરે આઈપીએલનો પ્રથમ સૌથી મોટો સ્કોર 20 ઓવરમાં 222 રન બનાવ્યા હતા. ત્યારબાદ કોલકત્તાના બોલરોએ આરસીબીને 82 રન પર ઓલઆઉટ કરીને આઈપીએલ ઈતિહાસની તે સમયની સૌથી મોટી જીત રનના અંતરથી મેળવી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર