ઝી બ્યુરો/નવી દિલ્હી: ટિમ ડેવિડે માત્ર 14 બોલમાં અણનમ 45 રન ફટકારીને વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં પોતાનો સમાવેશ કર્યો છે. ઉંચા કદના ઓલરાઉન્ડરે બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી પદ માટે કોણ છે પહેલી પસંદ, લોકોએ ઓપિનિયન પોલમાં આપ્યો આ જવાબ


છેલ્લી ઓવરમાં ટિમ ડેવિડે ફટકારેલી સતત ત્રણ સિક્સે ફક્ત મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ સામે જીત જ નથી અપાવી, ક્રિકેટના ભગવાનનું દિલ પણ જીતી લીધું. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ટિમ ડેવિડ જ્યારે જેસન હોલ્ડરની બોલિંગનો કચ્ચરઘાણ કાઢી રહ્યો હતો ત્યારે સચિન તેંડુલકરની ખુશીનો પાર નહતો. ડેવિડની દરેક સિક્સર પર સચિન ખુશ થતા હતા. વાનખેડે સ્ટેડિયમમાં રેકોર્ડ 212 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ, સચિન તેંડુલકર પણ સ્ટેન્ડ પરથી મેદાનમાં આવ્યા અને ટિમ ડેવિડને ગળે લગાવી લીધો.


GST કલેક્શનથી ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, એપ્રિલ 2023માં GSTથી થઇ આટલી આવક


ટિમ ડેવિડે માત્ર 14 બોલમાં અણનમ 45 રન ફટકારીને વિશ્વ ક્રિકેટના સૌથી વિસ્ફોટક બેટ્સમેનમાં પોતાનો સમાવેશ કર્યો છે. સિંગાપોરમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ટિમ ડેવિડને મુંબઈ ઈન્ડિયન્સે ગયા વર્ષે મેગા ઓક્શનમાં 8.25 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. જમણેરી બેટ્સમેન ડેવિડ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો અને થોડા બોલમાં જ રમતની દિશા બદલી નાંખી.


AAPના નેતા ઈસુદાન ગઢવી પર પોલીસે લગાવી આ કલમો, હવે બચવું મુશ્કેલ, જાણો શું છે કેસ


ઉંચા કદના ઓલરાઉન્ડરે બે ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા. 27 વર્ષીય ડેવિડની છગ્ગાથી ફક્ત સચિન તેંડુલકર અને ખીચોખીચ ભરેલું વાનખેડે સ્ટેડિયમ જ નહીં, પણ સૂર્યકુમાર યાદવ અને જોફ્રા આર્ચર જેવા સાથી ખેલાડીઓ પણ રોમાંચિત થયા હતા. મેચ બાદ રોહિત શર્માએ ટિમ ડેવિડની સરખામણી પોલાર્ડ સાથે કરી હતી. 


ત્રણ દિવસ બાદ સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ, આ વિસ્તારોમાં મેઘો તાંડવ કરશે


ગત સિઝન સુધી ટીમના મહત્વના ઓલરાઉન્ડરમાંથી એક એવા પોલાર્ડ હાલ કોચિંગ સ્ટાફનો ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે ડેથ ઓવરમાં મુંબઈને આ જ રીતે જીત અપાવતા આવ્યા છે. ડેથ ઓવરમાં, તે બાઉન્ડ્રી પર પોતાની ઊંચાઈનો ઉપયોગ કરીને કેચ પકડી લતા, જે ટિમ ડેવિડ અત્યારે કરી રહ્યો છે.