AAPના નેતા ઈસુદાન ગઢવી પર ગુજરાત પોલીસે લગાવી આ કલમો, હવે બચવું મુશ્કેલ, જાણો શું છે કેસ
28 એપ્રિલના રોજ સવારે 11.00 વાગ્યે ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100 એપીસોડ લઈ વિવાદસ્પદ ટ્વિટ કર્યું. જેમાં ઉલ્લેખ કર્યો કે એક એપિસોડ પાછળ 8.30 કરોડનો ખર્ચ થાય છે, જ્યારે 100 એપિસોડ પાછળ 830 કરોડ ખર્ચ કરી દીધો છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ઈસુદાન ગઢવીને પોતાના મનની વાત ટ્વિટ કરવી ભારે પડી છે, કારણ કે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ લઈને વિવાદસ્પદ ટ્વિટ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ. જોકે ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને ડીલીટ કરી દીધું હતું. આ મામલે સાયબર ક્રાઇમ બ્રાંચે પુરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિવાદસ્પદ ટ્વિટને લઈ આપ નેતા ઈસુદાન ગઢવી મુશ્કેલી વધી છે. સાયબર ક્રાઇમમાં આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં 28 એપ્રિલના રોજ સવારે 11.00 વાગ્યે ઈસુદાન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 100 એપીસોડ લઈ વિવાદસ્પદ ટ્વિટ કર્યું. જેમાં ઉલ્લેખ કર્યો કે એક એપિસોડ પાછળ 8.30 કરોડનો ખર્ચ થાય છે, જ્યારે 100 એપિસોડ પાછળ 830 કરોડ ખર્ચ કરી દીધો છે. જે પ્રજાના ટેક્સના પૈસા ફૂંકી માર્યા છે જે હવે તો હદ થાય છે. ઈશુદાન ગઢવીએ વિવાદસ્પદ ટ્વિટ કરી થોડીક જ મિનિટોમાં ટ્વિટ ડીલીટ કરી નાખ્યું હતું. પરંતુ સાયબર ક્રાઇમ બ્રાંચના ધ્યાન પર આવતા જ સુલેહ શાંતિનો ભંગ થાય અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઈસુદાન ગઢવી IPC અને IT એક્ટ મુજબ ફરિયાદ
- આઈપીસી-153-જાહેર સુલેહશાંતિ ભંગ થાય..
- પબ્લિકમાં ભડકાઉ મેસેજ સપ્લાય કરવો.
- આઈપીસી 500- બદનક્ષી કરવાનો ઈરાદો
- આઈપીસી-505/1-રાજ્યની શાંતી ભંગ થાય તેવુ વર્તન
- આઈપીસી 505/2-અફવાહ ફેલાવી કોઈની પ્રતિષ્ઠાને હાવી પહોંચાડવી
- આઈટી એક્ટ,કલમ 67-જે વ્યક્તિ વિરુદ્ધ આક્ષેપ થઈ રહ્યો છે, તે ભ્રષ્ટાચારી છે. તેવો મેસેજ સોશિયલ મીડિયામાં મુકવો.
ગુજરાતમાં કોરોના કેસના આંકડામાં તોતિંગ ઘટાડો, જાણો તમારા શહેર-જિલ્લામાં કેટલા છે કેસ
વિવાદાસ્પદ ટ્વિટ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી જે માહિતી પાયાવિહોણી હોવાની અને તેના કોઈ પુરાવા ન હોવાથી સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવા ટ્વિટ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારે ટ્વિટને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ શરૂ કરી છે કે આપ નેતા ઈસુદાન ગઢવી દ્વારા જ આ ટ્વિટ કરવામાં આવ્યું છે કે તેના કોઈ ટ્વિટર હેન્ડલર દ્વારા આ ટ્વિટ કર્યું છે.
સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ટેક્નિકલ પુરાવા એકત્રિત કર્યા બાદ ઈસુદાન વિરુદ્ધ કાર્યવાહી કરશે પરતું હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે