મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેની પત્ની કાઇલી બેકે લગ્નના 7 વર્ષ બાદ છૂટાછેડા લીધા છે. બંન્નેએ સમજુતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે અને છૂટાછેડાની જાણકારી આપતા આ વાતની પુષ્ટિ કરી છે. મે 2012માં વિશ્વ કપ વિજેતા કેપ્ટન ક્લાર્કે કાઇલી સાથે લગ્ન કર્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટ્રેલિયાના વિશ્વ વિજેતા પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક અને તેની પત્ની કાઇલી બેકેના છૂટાછેડા થઈ ગયા છે. 7 વર્ષ સુધી લગ્નના બંધનમાં રહ્યાં બાદ બંન્ને અલગ થયા છે. ક્લાર્ક અને કાઇલી બેકેને ચાર વર્ષની બાળકી છે. જેનું નામ ક્લાર્ક અને કેઇલીએ કેલસે લી રાખ્યું છે. મે 2012માં લગ્નના બંધનમાં બંધાયેલા ક્લાર્કે બુધવારે છૂટાછેડાની જાણકારી આપી હતી. 


તેણે કહ્યું, 'કેટલાક સમય સુધી જુદા રહ્યાં બાદ અમે આ મુશ્કેલ નિર્ણય લીધો છે. અમે બંન્નેએ સમજુતીથી જુદા થવાનો નિર્ણય લીધો અને નક્કી કર્યું કે, હવે એક કપલ તરીકે નહીં રહીએ.'


'અમે એકબીજા પ્રત્યે ખુબ સન્માન રાખીએ છીએ અને અમે બંન્નેની સહમતીની સાથે અલગ થવાના પરિણામ પર પહોંચ્યાં છીએ. આ અમારા બંન્ને માટે સારૂ રહેશે અને અમે અમારી બાળકીનું સાથે મળીને ધ્યાન રાખવાનો નિર્ણય કર્યો છે. જાણકારી પ્રમાણે ક્લાર્કે છૂટાછેડા માટે 40 મિલિયન ડોલરનું ભરણ પોષણ આપ્યું છે.' ભારતના રૂપિયા પ્રમાણે તે આ સમયે બે અબજથી પણ વધુ છે. 40 મિલિયન ડોલરની જો ભારતીય રૂપિયા સાથે તુલના કરવામાં આવે તો તે કુલ 2,85,65,62,000 થશે. 


IND vs NZ: કાલથી પ્રેક્ટિસ મેચ, ઓપનિંગ જોડી અને સ્પિનર પર રહેશે નજર 


માઇકલ ક્લાર્કની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે વર્ષ 2015માં વિશ્વકપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટ બાદ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ઓસ્ટ્રેલિયા માટે 115 ટેસ્ટ મેચ રમનાર ક્લાર્કે 8643 રન બનાવ્યા છે જેમાં 28 સદી સામેલ છે. તો 245 વનડે મેચમાં તેમના નામે 7981 રન છે. વનડેમાં ક્લાર્કે 8 સદી અને 58 અડધી સદી ફટકારી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર