AUS vs IND: ઓસ્ટ્રેલિયામાં ભારત 4-0થી ગુમાવી શકે છે ટેસ્ટ સિરીઝ, પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
માઇકલ વોને કહ્યુ કે, જો એડિલેડમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જીત હાસિલ કરે છે તો ત્યારબાદ આગામી મેચોમાં કોહલી હશે નહીં અને કાંગારૂ ટીમ 4-0થી સિરીઝ જીતી શકે છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ચન માઇકલ વોને કહ્યુ કે, ભારતે ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વિરુદ્ધ રમાનારી ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 0-4થી હારનો સામનો કરવો પડી શકે છે. ક્રિકબઝે વોનના હવાલાથી લખ્યુ છે કે, 'ભારતે મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સની ત્રિપુટીથી સંભાળીને રહેવું પડશે. તેણે નવા કુકાબૂરા બોલથી રમવુ પડશે. જો તે તેમ નહીં કરી શકે તો ઓસ્ટ્રેલિયા વધુ મજબૂત અને શક્તિશાળી દેખાશે.'
પિંક બોલને લઈને તેમણે કહ્યુ, 'ગુલાબી બોલ ટેસ્ટ આ સિરીઝ માટે મહત્વની હશે. જો એડિલેડમાં ઓસ્ટ્રેલિયા ટીમ જીત હાસિલ કરી લે તો ત્યારબાદ આગામી ત્રણ મેચમાં વિરાટ કોહલી હશે નહીં અને પછી ઓસ્ટ્રેલિયા 4-0થી સિરીઝ જીતી શકે છે.'
આ પણ વાંચોઃ કેકેઆરનો આ મિસ્ટ્રી સ્પિનર લગ્નના બંધનમાં બંધાયો, સ્ટેજ પર ક્રિકેટ રમ્યા પતિ-પત્ની
વોને કહ્યુ કે, ભારતે જ્યારે 2018-2019મા ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ ઘણો સુધાર કર્યો છે. પરંતુ વોને આ પહેલા પણ કહ્યું હતુ કે, ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટમાં હારનો સામનો કરવો પડી શકે છે પરંતુ તેમની આ ભવિષ્યવાણી ખોટી સાબિત થઈ કારણ કે ભારતે વનડે સિરીઝ હાર્યા બાદ ટી20 સિરીઝ 2-1થી પોતાના નામે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube