કેકેઆરનો આ મિસ્ટ્રી સ્પિનર લગ્નના બંધનમાં બંધાયો, સ્ટેજ પર ક્રિકેટ રમ્યા પતિ-પત્ની

કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)ના બોલર વરૂણ ચક્રવર્તી  (Varun Chakaravarthy)એ પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકરની સાથે લગ્ન કરી લીધા છે. વરૂણ ચક્રવર્તી એક મિસ્ટ્રી સ્પિનર છે, જે સાત પ્રકારે બોલ ફેંકી શકે છે. 

કેકેઆરનો આ મિસ્ટ્રી સ્પિનર લગ્નના બંધનમાં બંધાયો, સ્ટેજ પર ક્રિકેટ રમ્યા પતિ-પત્ની

નવી દિલ્હીઃ આઈપીએલ-13મા શાનદાર પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરનાર 'મિસ્ટ્રી સ્પિનર' વરૂણ ચક્રવર્તીએ શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ નેહા ખેડેકરની સાથે લગ્ન કરી લીધા છે. કોરોના વાયરસને કારણે પહેલા તેના લગ્નને ટાળી દેવામાં આવ્યા હતા. 

આઈપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સનું પ્રતિનિધિત્વ કરનાર વરૂણને તેની ટીમે શુભેચ્છા આપી છે.કોલકત્તા ટીમે વરૂણ અને નેહાની તસવીરો પણ શેર કરી છે. 

વરૂણ અને નેહાએ ચેન્નઈમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. બંન્નેના ફોટો વાયરલ થયા બાદ ફેન્સ શુભેચ્છા આપી રહ્યાં છે. કેકેઆરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં બંન્ને સ્ટેજ પર ક્રિકેટ રમતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં વરૂણ બોલિંગ કરી રહ્યો છે જ્યારે નેહા બેટિંગ કરી રહી છે. 

વરૂણે આ વર્ષે કોલકત્તાની ટીમ તરફથી 13 મેચ રમી અને 17 વિકેટ ઝડપી હતી. તે એકમાત્ર એવો ભારતીય બોલર છે જેણે પાછલી સીઝનમાં પાંચ વિકેટ ઝડપી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news