Mirabai Chanu Win Gold Medal In Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 ના બીજા દિવસે ભારતને સુવર્ણ સફળતા મળી છે. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં 49 કિગ્રા વજન વર્ગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે બર્મિંગહામ રમતમાં અત્યાર સુધી ત્રણ મેડલ જીત્યા છે. જે વેટલિફ્ટિંગમાં જ આવ્યા છે. આ પહેલા સંકેત મહાદેવ સરગરે સિલ્વર અને ગુરૂરાજ પુજારીએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોમનવલ્થ ગેમ્સ 2022 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. મીરાબાઈ ચાનૂએ વૂમેન્સ વેટલિફ્ટિંગના 49 કિલો વજન વર્ગમાં ભારત માટે આ મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 88 કિલો વનજ ઉંચક્યું હતું. ત્યારે ક્લીન એન્ડ ઝર્કમાં મીરાબાઈએ 113 કિલોનો બેસ્ટ પ્રયાસ કર્યો. એટલે કે મીરાબાઈએ કુલ 201 કિલો વજન ઉઠાવ્યું. તે કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ રહ્યો.


ભારતને મળ્યો બીજો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેત બાદ ગુરૂરાજે જીત્યો બ્રોન્ઝ


મીરાબાઈ ચાનૂએ ગોલ્ડકોસ્ટમાં થયેલી 2018 ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાથે જ મીરાબાઈ 2014 ના રાષ્ટ્રમંડળ રમતોમાં પણ મીરાબાઈએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. હવે બર્મિંગહામ ગેમ્સમાં મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન દેખાડી વેટલિફ્ટિંગની રમતને નવી દિશા પ્રદાન કરી છે.


ઝિમ્બાબ્વે સામે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વન-ડે સીરિઝમાંથી રોહિત-કોહલીની છૂટી


  • મીરાબાઈ ચાનૂ ક્લીન એન્ડ ઝર્કમાં તેના પહેલા પ્રયાસમાં 109 કિલો વજન ઉઠાવવામાં સફળ રહી. ત્યારે બીજા પ્રયાસમાં પણ તે 113 કિલો વજન ઉઠાવવામાં સફળ રહી.

  • મીરાબાઈ ચાનૂ સ્નેચમાં તેના પહેલા પ્રયાસમાં 84 કિલો વજન ઉપાડ્યું હતું. ત્યારબાદ સ્નેચના બીજા પ્રયાસમાં પણ તેણે 88 કિલો વજન સફળતા પૂર્વક ઉપાડ્યું હતું.

  • મીરાબાઈ ચાનૂ સ્નેચના ત્રીજા પ્રયાસમાં 90 કિલો વજન ઉપાડી શકી ન હતી. તેથી સ્નેચમાં મીરાબાઈનો બેસ્ટ પ્રયાસ 88 કિલો રહ્યો. જે ગેમ્સનો રેકોર્ડ છે. ચાનૂ બાદ સ્નેચમાં મેરી હનીત્રા રોઈલ્યા બીજા નંબર પર રહી. મેરીએ 76 કિલો વજન સફળતાપૂર્વક ઉઠાવવામાં સફળ રહી હતી.


કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેતે જીત્યો સિલ્વર


મીરાબાઈ ચાનૂની ઉપલબ્ધિઓ
1. ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો સિલ્વર મેડલ. કર્ણમ મલ્લેશ્વરી બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર બીજી ભારતીય વેટલિફ્ટર
2. 2020 ની એશિયન ચેમ્પિયનશિપમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
3. 2018 ની ગોલ્ડ કોસ્ટમાં જીત્યો સિલ્વર મેડલ
4. 2017 ની વલ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ
5. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube