Sanket Mahadev: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેતે જીત્યો સિલ્વર

Sanket Mahadev: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને પહેલો મેડલ વેટલિફ્ટિંગમાં મળ્યો છે. ભારતના સંકેત મહાદેવે 55 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

Sanket Mahadev: કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેતે જીત્યો સિલ્વર

Commonwealth Games 2022: ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાઈ રહેલી 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં આજે (30 જુલાઈ) બીજા દિવસે ભારતનું ખાતું સિલ્વર મેડલ સાથે ખુલ્યું છે. આજે ભારતને પહેલો મેડલ સ્ટાર વેટલિફ્ટર સંકેત મહાદેવ સરગરે અપાવ્યો છે. સંકેત મહાદેવ સરગરે મેન્સના 55 કિગ્રા ઇવેન્ટમાં ફાઈનલમાં આ ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. સંકેત મહાદેવ સરગરે બે રાઉન્ટના 6 પ્રયાસોમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી અને કુલ 228 કિલો વજન ઉઠાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી સંકેતે આ વખે ના માત્ર કોમનવેલ્થ ગેમ્સની ફાઈનલમાં જગ્યા બનાવી, પરંતુ શાનદાર પ્રદર્શન કરી લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા છે. તેણે પહેલા રાઉન્ડ એટલે કે સ્નેચમાં બેસ્ટ 113 કિગ્રા વજન ઉચક્યું હતું. ત્યારબાદ બીજો રાઉન્ડ એટલે કે ક્લીન એન્ડ ઝર્કમાં 135 કિગ્રા વજન ઉચકી મેડલ પોતાના નામે કર્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2022

છેલ્લા બે પ્રયાસોમાં ઇજાગ્રસ્ત થયો સંકેત
બીજા રાઉન્ડના છેલ્લા બે પ્રયાસોમાં સંકેત ઇજાગ્રસ્ત પણ થયો હતો. બીજા પ્રયાસમાં સંકેતે 139 કિગ્રા વજન ઉઠાવવા ગયો, પરંતુ ઉઠાવી શક્યો નહીં અને ઇજાગ્રસ્ત થયો. મેડિકલ ટીમે સંકેતની તપાસ કરી અને તાત્કાલીક સારવાર આપી. ત્યારે સંકેતે કહ્યું કે તે સ્વસ્થ છે અને ત્રીજા પ્રયાસ માટે તૈયાર થઈ ગયો.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 30, 2022

ત્રીજા પ્રયાસમાં પણ સંકેતે ફરી એકવાર 139 કિગ્રા વજન ઉઠાવવા ગયો, પરંતુ તે નિષ્ફળ થયો અને આ વખતે તે ઇજાગ્રસ્ત થયો. આ રીતે સંકેતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો. ત્યારે મલેશિયાના બિન કસદન મોહમ્મદ અનિકે કુલ 249 કિગ્રા વજન ઉચકી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news