કરાચીઃ મિસ્બાહ ઉલ હકે પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચની પોતાની જવાબદારીઓ પર વધુ ધ્યાન આપવા માટે મુખ્ય પસંદગીકાર પદેથી હટવાનો નિર્ણય કર્યો છે. મિસ્હાબે બુધવારે લાહોરમાં કહ્યુ કે, તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને જાણ કરી દીધી છે કે તે 30 નવેમ્બરે મુખ્ય પસંદગીકાર પદેથી હટી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

46 વર્ષીય મિસ્બાહ પાછલા વર્ષે સપ્ટેમ્બરથી મુખ્ય પસંદગીકાર અને મુખ્ય કોચની બેવડી ભૂમિકા નિભાવી રહ્યો છે. મિસ્બાહે કહ્યુ- હું ઝિમ્બાબ્વે વિરુદ્ધ રમાનારી આગામી સિરીઝ માટે ટીમની પસંદગી કરીશ, પરંતુ ત્યારબાદ હું માત્ર મુખ્ય કોચની પોતાની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઈચ્છુ છું. 


આ પૂર્વ કેપ્ટને કહ્યુ કે, તે બોર્ડ કે કોઈ અન્યના દબાવમાં મુખ્ય પસંદગીકાર પદેથી હટી રહ્યો નથી. તેણે કહ્યું, આ સંપૂર્ણ રીતે મારો નિર્ણય છે. મેં આ નિર્ણય તે માટે કર્યો કારણ કે મને લાગે છે કે એક સમયમાં બે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી સરળ નથી. હું રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ તરીકે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા ઈચ્છુ છું. 


DCvsRR Match Preview: દિલ્હી વિરુદ્ધ પાછલી હારનો બદલો લેવા ઉતરશે રાજસ્થાન

રસપ્રદ વાત છે કે પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે હાલમાં કહ્યુ હતુ કે તેની મુખ્ય પસંદગીકાર પદ માટે બોર્ડની સાથે વાતચીત ચાલી રહી છે. બોર્ડે પરંતુ તેનું ખંડન કરતા કહ્યું હતું કે, તેની મિસ્બાહના સ્થાને કોઈ અન્યને ચીફ સિલેક્ટર બનાવવાની યોજના નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર